GSTV

સ્પા-મસાજ પાર્લરની આડમાં ધમધમી રહ્યા છે કૂટણખાના, સુરતની તરૂણી સાથે 18 દિવસ સુધી દુષ્કર્મ

મસાજ

વેસુ જી.ડી. ગોએન્કા સ્કુલ નજીક ફુટપાથ પર રડી રહેલી સગીરાની પુછપરછમાં વડોદરા કરજણથી અપહરણ કરી વેસુ વિસ્તારમાં સ્પા તથા મસાજ પાર્લરના નામે ધમધમતા દેહવિક્રયના ધંધાનો પર્દાફાશ થવા પામ્યો છે. ઉમરા પોલીસે સગીરાને સુરત લાવી દેહવિક્રયના ધંધામાં ધકેલનાર ભટાર-આઝાદનગરની મહિલા વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

બે દિવસ અગાઉ ઉમરા પોલીસને પેટ્રોલીંગ દરમ્યાન વેસુ કેનાલ રોડ સ્થિત જી.ડી. ગોએન્કા સ્કુલ નજીક ફૂટપાથ પરથી એક સગીરા રડતી હાલતમાં મળી આવી હતી. પોલીસે માસુમની પુછપરછ કરતા પોતાનું નામ રૂકશાના (નામ બદલ્યું છે) અને પોતે વડોદરાના કરજણ વિસ્તારમાં રહે છે તથા પિતાનો મોબાઇલ નંબર આપ્યો હતો. જેથી પોલીસે પિતાનો સંર્પક કરી ઉમરા પોલીસ મથકે બોલાવ્યા હતા.

કરજણથી સુરત દોડી આવેલા માતા-પિતાએ છેલ્લા કેટલાક દિવસથી ગાયબ 16 વર્ષીય રૂકશાનાની પૃચ્છા કરતા જણાવ્યું હતું કે તા. 20 જુલાઇના રોજ રાત્રે 8 વાગ્યાના અરસામાં ઘર પાસે હતી ત્યારે પરિચીત મુસ્કાન મોહમંદ દાઢી શેખ (રહે. આઝાદનગર, ભટાર) સુરત લઇ આવી હતી અને બીજા દિવસે વેસુના મની આર્કેડ શોપીંગ સેન્ટરમાં તમન્ના મસાજ પાર્લરમાં લઇ ગઇ હતી. જયાં મસાજ પાર્લરના માલિકને આ છોકરીને અહીં કામ કરવા રાખજો એમ કહી ચાલી ગઇ હતી.

પાર્લરમાં અલગ-અલગ વ્યક્તિઓ આવતા હતા અને મરજી વિરૂધ્ધ પોતાની સાથે શરીર સંબંધ બાંધી દુષ્કર્મ કરતા હતા. પોતે ઇન્કાર કરે તો તારી સાથે શરીર સંબંધ બાંધવા કાઉન્ટર પર રૂપિયા આપ્યા છે એમ કહી જબરજસ્તી કરતા હતા. આવી જ રીતે મુસ્કાને મની આર્કેડના મોક્ષ ડે સ્પા, વીઆઇપી રોડ સ્થિત મારવેલા કોમ્પ્લેક્ષમાં એમ્બીઝ સ્પા, ન્યુ પુજા સ્પા, ઇન્ડિયન થાઇ સ્પા, રૂંગટા શોપીંગ સેન્ટરમાં દુકાન નં. 104 અને 307માં આવેલા મસાજ પાર્લરમાં જબરજસ્તી દેહવિક્રયાનો ધંધો કરાવ્યો હતો. પરંતુ બે દિવસ અગાઉ તક મળતા ભાગી ગઇ હતી પણ સ્ટેશનનો રસ્તો ખબર નહીં હોવાથી ફૂટપાથ પર બેસી રડી રહી હતી ત્યારે જ પોલીસ આવી પહોંચી હોવાની કબૂલાત કરી હતી.

સ્પા અને મેસેજ પાર્લરની આડમાં દેહવિક્રયનો ધંધો કરાવનારની પણ શોધખોળ

કરજણ વિસ્તારમાં રહેતી સગીરાને અહીં કામ કરવા રાખજો એમ કહી તમન્ના મસાજ પાર્લરના સંચાલકને સોંપી દેહવિક્રયનો ધંધો કરાવનાર મુસ્કાને માત્ર 18 દિવસમાં જ મોક્ષ ડે સ્પા, એમ્બીઝ સ્પા, ન્યુ પુજા સ્પા, ઇન્ડિયન થાઇ સ્પા, રૂંગટા શોપીંગ સેન્ટરમાં દુકાન નં. 104 અને 307માં ચાલતા મસાજ પાર્લરમાં દેહવિક્રયનો ધંધો કરાવ્યો હતો. પોલીસે આ તમામ સ્પા અને મસાજ પાર્લરના માલિકોની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

Read Also

Related posts

આમ આદમી માટે રાહતના સમાચાર/ 10 રૂપિયે કિલો સુધી સસ્તી થઇ ડુંગળી, ચેક કરી લો આજનો 1 કિલોનો ભાવ

Bansari

સુરત/ ભાજપ અગ્રણી પીવીએસ શર્માના ત્યાં આઈટી તપાસ થઈ પૂર્ણ, કુલ 2.07 કરોડની મત્તા કરી જપ્ત

pratik shah

દોહામાં તમામ મહિલા પેસેન્જરોના કપડાં ઉતારી નિર્વસ્ત્ર કરાવાઈ, ઓસ્ટ્રેલિયામાં જોરદાર વિરોધ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!