GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

સુરતની આ સંસ્થાએ અત્યાર સુધી 25 લાખ માસ્ક તૈયાર કર્યા, માસ્કની આ છે ખાસિયત

માસ્ક

સુરતની 53 વર્ષ જુની સંસ્થા મોટા મંદિર યુવક મંડળ દ્વારા અત્યાર સુધીમાં 25 લાખ માસ્ક તૈયાર કરવામાં આવ્યા છે અને તે માસ્કને અત્યાર સુધીમાં વારણસી અને અમેઠી સહિત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં પણ મોકલવામાં આવ્યા છે. મોટા મંદિર યુવક મંડળ દ્વારા માત્ર સુરતને 12 લાખ માસ્ક આપવામાં આવ્યા છે. જે પૈકી સ્મીમેર હોસ્પિટલના પાલિકા કર્મચારીઓને 4 લાખ માસ્ક આપવામાં આવ્યા છે.

આટલી જગ્યા પર આપવામાં આવ્યા માસ્ક

પોલીસ ખાતાને 40 હજાર માસ્ક આપવામાં આવ્યા છે અને શહેરના વોર્ડ પ્રમાણે 6 લાખ માસ્કનું વિતરણ નિશુલ્ક પણે કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ વિધાનસભામાં 1 લાખ માસ્ક અને ગાધીનગર લોકસભામાં અઢી લાખ માસ્ક મોકલવામાં આવ્યા છે. સાથે જ રાજકોટ અને ભાચઉમાં પણ 50 હજાર માસ્ક મોકલવામાં આવ્યા છે અને માસ્કની ખાસ વાત એ છે કે આ  માસ્ક વોશેબલ અને 3 લેયર વાળું છે. જોકે સૌથી મહત્વની વાત એ છે કે સંસ્થા દ્વારા નીશુલ્ક પણે આ માસ્કનુ વિતરણ કરવાંમાં આવે છે.

અલગ અલગ પ્રિન્ટેડવાળા ખાદી, લીલન અને કોટનના માસ્ક

કોરોનાની વિશ્વ મહામારી સામે લડી રહેલા લોકોને નિઃશુલ્કપણે સુરતની 53 વર્ષ જૂની સંસ્થા માસ્ક પોહચાડવાનું કામ કરી રહી છે. મોટા મંદિર યુવક મંડળ દ્વારા હમણાં સુધી પચીસ લાખ જેટલા માસ્ક તૈયાર કરવામાં આવ્યા છે. જે માસ્ક વારાણસી, અમેઠી સહિત ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરોમાં મોકલવામાં આવ્યા છે. જે કામગીરી હાલ પણ ચાલી રહી છે.

નિસ્વાર્થ પણે લોકોને વિતરણ કરવામાં આવી રહ્યા છે માસ્ક

વડાપ્રધાન મોદીએ કરેલી હું પણ કોરોના વોરિયર્સની અપીલ બાદ મોટા મંદિર યુવક મંડળ દ્વારા અલગથી ઓર્ડર આપી થ્રિ લેયર માસ્ક તૈયાર કરવામાં આવ્યા છે. આ સાથે આરોગ્ય સેતુ, હું પણ કોરોના વોરિયર્સ સહિત અલગ અલગ પ્રિન્ટેડવાળા ખાદી, લીલન અને કોટનના માસ્ક પણ બનાવવામાં આવ્યા છે. જે નિસ્વાર્થ પણે લોકોને વિતરણ કરવામાં આવી રહ્યા છે.

Read Also

Related posts

અનલોક-1 બાદ પ્રથમવાર ગુજરાતના સીએમ સાથે જીએસટીવીનો સવિશેષ સંવાદ, કોરોનાથી ડરવાનું નથી પણ સાવચેત રહેવાનું છે

Nilesh Jethva

બનાસકાંઠાનાં ખેડૂતોને પડ્યાં પર પાટું : માર્કેટ યાર્ડમાં તૈયાર પાકની બોરીઓ પલળી, ખેતરોમાં ઉભા પાક પણ જમીન દોસ્ત

Nilesh Jethva

અમદાવાદમાં આવતીકાલે સવારે સાદગી પૂર્ણ રીતે નીકળશે જળયાત્રા, સાબરમતી નદીના નીરથી કરાશે ભગવાન જગન્નાથનો અભિષેક

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!