સુરતમાં એક એવો વાહનચોર ઝડપાયો છે કે જેની હકીકત સાંભળી તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. ક્રાઇમ બ્રાન્ચે મોટા વરાછાના ગોપાલકૃષ્ણ એપાર્ટમેન્ટમાં રહેતા બળવંત ચૌહાણ નામના વ્યક્તિને વાહનચોરીના ગુનામાં ઝડપી પાડ્યો છે. બળવંતની પૂછપરછમાં તેમણે પોતાનો સાઢુભાઈ વધારે કમાણી કરતો હોય અને પોતે ઓછું કમાવવાના કારણે પત્નીની જરૂરિયાત પૂરી કરવા માટે વાહન ચોરીના રવાડે ચડ્યો હોવાની કબૂલાત કરી.
પોલીસે આ રીતે ઉકેલ્યો ચોરીના ગુનાનો ભેદ

ક્રાઇમ બ્રાન્ચે આરોપી બળવંત પાસેથી 30 જેટલા ચોરીના વાહનો જપ્ત કરી અલગ અલગ પોલીસ મથકોમાં નોંધાયેલ વાહન ચોરીના ગુનાઓનો ભેદ પણ ઉકેલ્યો છે. બળવંત રત્નકલાકાર છે અને તે બપોરના સમયે હીરાના કારખાનાઓના પાર્કિગમાં જઇ વાહનોની ડુપ્લીકેટ ચાવી વડે ચોરી કરી ફરાર થઈ જતો હતો.
Read Also
- સરકારે ખેડૂતોને જાળમાં ફસાવ્યા : હિંસા અમારા શબ્દકોશમાં નથી, લાલ કિલ્લામાં જે બન્યું તે આંદોલન તોડવાની કાવતરું
- સમગ્ર દેશમાં આ તારીખથી લાગુ થશે ESI યોજના, તમામ 735 જિલ્લાઓમાં લોકોને મળશે હેલ્થ ફેસિલિટી
- ટ્રેક્ટર રેલી બાદ વણસેલી સ્થિતિને લઈને ખેડૂતોની વહારે આવ્યા દિલ્હી સીએમ, પોલીસ લગાવી રહી છે ખોટા આરોપ: કેજરીવાલ
- હાઈકોર્ટનો ચુકાદો: બાળકીનો હાથ પકડવો અને તેની સામે પેન્ટની ઝીપ ખોલવી તે પોક્સો એક્ટ અંતર્ગત નથી આવતું
- 1 વર્ષમાં 1 કરોડ : દેશમાં કોરોનાની એન્ટ્રીને એક વર્ષ પૂર્ણ, 1.53 લાખ લોકોનો ભોગ લેવાયો, જંગ જીતી રહ્યું છે ભારત