GSTV
Gujarat Government Advertisement

મેમો ફાડતા ટ્રાફિક પોલીસ સાથે કરી જીભાજોડી, ઉશ્કેરાયો યુવક બાઇકને ચાંપવા લાગ્યો આગ

મહિલા

Last Updated on June 20, 2020 by Bansari

પાંડેસરા બાટલી બોય ચાર રસ્તા પાસે વાહન ચેકિંગ દરમ્યાન ટ્રાફિક પોલીસ સાથે જીભાજોડી કરી દંડ પેટે રૂા. 100 ભરવાનો ઇન્કાર કરી પોતાની મોટરસાઇકલ રસ્તા પર ફેંકી દઇ સળગાવવાનો પ્રયાસ કરી હોબાળો મચાવી લોકોનું ટોળું એકઠું કરવાનો પ્રયાસ કરનારની પાંડેસરા પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ

પોલીસ સાથે કરી જીભાજોડી


શહેર પોલીસના ટ્રાફિક વિભાગના પીએસઆઇ વી.કે. પાટીલ અને હે. કોન્સ્ટેબલ આનંદ સહિતનો સ્ટાફ આજે સવારે પાંડેસરા બાટલી બોય સર્કલ પાસે વાહન ચેકિંગ કરી રહ્યા હતા. તે દરમ્યાન મોટરસાઇકલ નં. જીજે-05 ડીક્યુ-5565 સવારને અટકાવી તેની પાસે વાહન માલિકીના પુરાવા અને ડ્રાઇવીંગ લાયસન્સની માંગણી કરવામાં આવી હતી. મોટરસાઇકલ પર ડબલ સવારી જઇ રહેલા પૈકી ચાલક અજય નરબહાદુર સોનાર (ઉ.વ. 30 રહે. રૂમ નં. 3, શક્તિ ટાવર, પ્રમુખ પાર્ક સોસાયટી, પાંડેસરા) એ માલિકીના પુરાવા બતાવ્યા હતા. પરંતુ તેની પાસે ડ્રાઇવીંગ લાયસન્સ ન હતું. જેથી પોલીસે તેને દંડ પેટે રૂા. 100 ભરવા જણાવ્યું હતું.

પરંતુ અજય અચાનક જ ઉશકેરાય ગયો હતો અને પોલીસ સાથે જીભાજોડી કરવાની સાથે બુમાબુમ કરી લોકોનું ટોળું એકઠું કર્યું હતું. ત્યાર બાદ પોતાની મોટરસાઇકલ રસ્તા પર ફેંકી દઇ તેને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. જેને પોલીસ અને એકત્ર થયેલા ટોળાએ અટકાવ્યો હતો. ઘટનાને પગલે પીએસઆઇ પાટીલે તુરંત જ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરતા પાંડેસરા પોલીસ દોડી આવી હતી અને અજય વિરૂધ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Read Also

Gujarat Government Advertisement

Related posts

બનાસકાંઠા: શરાફી મંડળીમાં દોઢ કરોડથી વધુની કરી હેરફેર, મંત્રી અને ચેરમેન વિરુદ્ધ ફરિયાદ થતાં ખળભળાટ મચ્યો

Pravin Makwana

ભાજપ ભોટ સાબિત થયો/ સીએમ તો બદલી કાઢ્યા પણ આપવું પડશે રાજીનામું, આ છે કાયદાના નિયમો

Harshad Patel

વડાપ્રધાનની રેસમાં સરવેના નામે ધુપ્પલ : સૌથી મોટો ઝટકો અમિત શાહને લાગ્યો, આ 2 નેતાઓ કરતાં પણ પાછળ ગણાવાયા

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!