GSTV
Home » News » એક જ રાતમાં 5 વાર દુષ્કર્મ, મહિલાના હાથપગ બાંધી પ્રેમીએ જ મોંઢામાં માર્યો ડૂચો

એક જ રાતમાં 5 વાર દુષ્કર્મ, મહિલાના હાથપગ બાંધી પ્રેમીએ જ મોંઢામાં માર્યો ડૂચો

સુરતના લીંબાયત વિસ્તારમાં શારીરિક સંબંધ બાંધ્યાં બાદ પ્રેમિકા સાથે ઝઘડો થતાં પ્રેમીએ ત્યક્તાને ચપ્પુ માર્યું હતું અને બાદમાં બંધક બનાવી 12 કલાક ગોંધી રાખી ચાર વખત દુષ્કર્મ આચર્યુ હતું. આ જઘન્ય કૃત્ય બાદ પ્રેમી તેને મકાનમાં પૂરીને જતો રહ્યો હતો. જોકે, મકાનમાંથી અવાજ આવતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે જઈ મહિલાને છોડાવી સારવાર માટે હૉસ્પિટલ ખસેડી હતી અને મહિલાની ફરિયાદના આધારે ગુનો નોંધી પ્રેમીને પકડી પાડવાં ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના લીંબાયતના નારાયણનગર વિસ્તારમાં આવેલ એક મકાનમાં બહારથી તાળું મારેલ હોવા છતાંય મકાનમાંથી કોઈ અવાજ આવતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. સ્થળ ઉપર પહોંચેલી પોલીસ સ્થાનિક લોકોની મદદથી તાળું તોડી ઘરમાં પ્રવેશી હતી. ઘરમાં પ્રવેશતાની સાથે એક મહિલા દુપટ્ટા વડે હાથ-પગ અને મોઢુ બંધાયેલી હાલતમાં મળતા તેને તાત્કાલિક  સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડી હતી. જોકે, મહિલાના માથાના ભાગે ચપ્પુની ઇજા પણ હતી.

પોલીસે મૂળ મહારાષ્ટ્રની વતની 37 વર્ષીય મહિલાની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેના સાત વર્ષ પહેલાં છુટાછેડા થયા હતા અને સંતાનમાં ચાર છોકરા છે. છેલ્લા એક વર્ષથી તેના લીંબાયત પદ્માવતી સોસાયટી પ્લોટ નં.41 માં રહેતા મોહમ્મદ શોએબ ઉર્ફે ગુંડે મોહમદ અઝીઝ સિદ્દીકી સાથે સંબંધ છે. ગુરૂવારે રાત્રે શારીરિક સબંધ બાંધ્યા બાદ બોલાચાલી થતા શોએબે માથાના ભાગે ચપ્પુ મારી તેને દુપટ્ટા વડે હાથ પગ બાંધી મોઢામાં ડુચો મારી દીધો હતો.

બાદમાં શોએબે દુપટ્ટો બાંધેલી હાલતમાં ચાર વખત દુષ્કર્મ કર્યુ હતું. સવારે પાંચ વાગ્યે તે ઘરને બહારથી તાળુ મારીને ફરાર થઈ ગયો હતો. સવારે મહિલાએ દરવાજો ખખડાવ્યો પણ કોઈ મદદ નહી મળતા સુઈ ગઈ હતી. જોકે, ત્યારબાદ બપોરના સમયે ફરીથી દરવાજો ખખડાવતા લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે મહિલાને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડયા બાદ તેની ફરિયાદના આધારે પ્રેમી મોહમ્મદ શોએબ વિરુદ્ધ માર મારવાની અને દુષ્કર્મની ફરિયાદ દાખલ કરી તેને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

READ ALSO

Related posts

રેલવે પ્લેટફોર્મ ટિકિટ માટે નહી આપવા પડે રૂપિયા, ભારતીય રેલવેની અનોખી પહેલ

Bansari

અમદાવાદ એરપોર્ટથી મોટેરા સ્ટેડિયમ સુધી આટલા રાજ્યોની ઝાંખી જોવા મળશે

Nilesh Jethva

આતંકવાદ પર પાકિસ્તાનને મોટો ઝટકો, ગ્રે લિસ્ટમાં રાખવાની સાથે FATFએ આપી આ ચેતવણી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!