નાના વરાછાના પાણીની ટાંકી વિસ્તારમાં રહેતી હીનલ (ઉ.વ. 17 નામ બદલ્યું છે) રત્નકલાકાર પિતાને આર્થિક મદદરૂપ થવા ડાયમંડ ફેક્ટરીમાં કામ કરે છે. બે વર્ષ અગાઉ હીનલને ત્યાં તેનો સંબંધી અમદાવાદના ધોલેરા તાલુકાનો બુધાભાઇ માલુભાઇ ગોહિલ રહેવા આવ્યો હતો અને તેની સાથે જ ડાયમંડ ફેક્ટરીમાં કામ કરતો હતો. હીનલની માતા બુધાને ભાઇ માનતી હતી અને દર વર્ષે રક્ષાબંધનમાં રાખડી પણ બાંધતી હતી.

જો કે હીનલ અને બુધો એક જ ફેકટરીમાં કામ કરતા હોવાથી તેઓ સાથે આવ-જા કરતા હતા ત્યારે બુધાએ મારે તારી સાથે લગ્ન કરવા છે અને તું મારી સાથે લગ્ન કરીશ તો મારી બહેનના તારા કાકા જોડે લગ્ન કરાવીશ એમ કહી હીનલને પ્રેમજાળમાં ફસાવી હતી. બુધાએ હીનલને ભગાડી જવા પ્રયાસ કર્યો હતો પરંતુ હીનલે ઇન્કાર કરતા બુધાએ તેના હાથની નસ અને ગળા પર બ્લેડ મારી સામાન્ય ઇજા પહોંચાડતા હીનલ ડરી ગઇ હતી.

દરમિયાનમાં ગત 29 માર્ચે બુધો હીનલને ભગાડીને નવસારી તેના સંબંધીને ત્યાં લઇ ગયો હતો. જયાં રાતે હીનલ સાથે શરીર સંબંધ બાંધ્યો હતો ત્યાર બાદ ત્યાંથી વતન જવા નીકળ્યા ત્યારે ચાલુ લકઝરી બસમાં પણ સંબંધ બાંધ્યો હતો. જો કે આ અંગેની જાણ થતા હીનલને તેના પિતા લેવા માટે બુધાના ગામ ધોલેરાના ભાનગઢ ગયા ત્યારે બુધો ત્યાંથી ભાગી ગયો હતો.
Read Also
- વાંદરાનો મેકઅપ કરતી જોવા મળી વાંદરી, વીડિયોને જોઈને લોકો બોલ્યા- બ્યુટિશિયન
- ઉનાળામાં તમને પણ હૃદયમાં બળતરા અને ખાટા ઓડકારની સમસ્યા છે તો આ રીતોથી સમસ્યા કરો દૂર
- Crime News/ સુહાગરાતના દિવસે કન્યાએ આપ્યું માસિક ધર્મનું બહાનું, પતિને રાહ જોવડાવી કર્યો મોટો કાંડ
- પ્લાસ્ટિકની બોટલનું નહીં પણ માટીના વાસણનું પાણી પીવો, તમને એક પછી એક ઘણા જબરદસ્ત ફાયદા થશે
- Cost Cutting Drive: Google નું ખર્ચ ઘટાડો અભિયાન, છટણી બાદ કર્મચારીઓને મળતાં ભથ્થા પર ફેરવાશે કાતર