GSTV
Home » News » સુરતઃ દોઢ વર્ષના ભાણેજને બચાવવા મામાએ દિપડા સાથે બાથ ભડાવી, જાણો અંતમાં શું થયું

સુરતઃ દોઢ વર્ષના ભાણેજને બચાવવા મામાએ દિપડા સાથે બાથ ભડાવી, જાણો અંતમાં શું થયું

સુરતના ધામરોડ ગામે આદિવાસી ફળીયામાં જીવ સટોસટનો ખેલ ખેલાયો. એક દોઢ વર્ષના બાળકને ઉઠાવી જવા માટે ઘરમાં ઘૂસેલા દીપડા સાથે મામાએ મોતની બાથ ભીડી ખૂંખાર દિપડો મોતનો ખેલ ખેલવા જ આવ્યો હોય તેવી રીતે તે અટકાવવા વચ્ચે પડેલા મામા સાથે ખૂબજ લડાઇ થઇ. મામાની બૂમાબમ સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા. અને દિપડાનો ખેલ ખતમ કરી નાખ્યો હતો. આ ઘટનાની જાણ થતા વનવિભાગની ટીમ પણ દોડી આવી હતી. વનવિભાગની ટીમે હાથ પગ બાંધેલા દીપડાના મૃતદેહનો કબજો લઇને તેને પીએમ અર્થે ખસેડયો હતો. તો દિપડાના હુમલામાં ઘાયલ થયેલા બાળકના મામાને હોસ્પિટલ ખસેડાયા છે.

Related posts

ખેતીમાં દર મહિને ચોખ્ખા 2 લાખ રૂપિયાની કમાણી કરતો ખેડૂત, સફળતાનું આ છે કારણ

Arohi

વડોદરામાં થિયેટર આર્ટિસ્ટનું ગળું દબાવી હત્યા, એક મેદાનમાં ઝાડ નીચેથી મળી આવી લાશ

Karan

હોલિવૂડના મહાનાયક અલ પચીનો આજે બર્થ ડે: ગૉડફાધરએ દુનિયાભરમાં તહલકો મચાવ્યો હતો

Bansari