GSTV
Home » News » સુરત : 124 રાઉન્ડમાં થશે મતની ગણતરી, 1500થી વધુ અધિકારીઓ ખડેપગે

સુરત : 124 રાઉન્ડમાં થશે મતની ગણતરી, 1500થી વધુ અધિકારીઓ ખડેપગે

સુરતમાં લોકસભા ચૂંટણીની મતગણતરી થવાની છે. સુરત બેઠકની મતગણતરી પીપલોદ સ્થિત SVNIT કોલેજ કેમ્પસ ખાતેથી થવાની છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. અહીં સુરત લોકસભામાં સમાવિષ્ટ સાત વિધાનસભા વિસ્તા ર મુજબ અલગ-અલગ હોલમાં કુલ 124 રાઉન્ડમાં આ મતગણતરી યોજાવાની છે.

મતગણતરી માટે કુલ 1500 થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ ફરજ પર હાજર રહેશે. સાત વિધાનસભા મતદાર વિસ્તાતર મુજબ 14 ટેબલ મળી કુલ 98 ટેબલ તથા ટપાલ મતપત્ર માટે અલગ હોલમાં ચાર ટેબલ પર મતગણતરી હાથ ધરાવાની છે.સાત વિધાનસભા પ્રમાણે ઓલપાડ વિધાનસભામાં 31 રાઉન્ડ , સુરત પૂર્વમાં 16 રાઉન્ડે, સુરત ઉત્તરમાં 12 રાઉન્ડ, વરાછામાં 15 રાઉન્ડ , કરંજમાં 13 રાઉન્ડા, કતારગામ વિધાનસભામાં 21 રાઉન્ડ અને સુરત પશ્વિમ માટે 16 રાઉન્ડા મળીને કુલ 124 રાઉન્ડમાં મતગણતરી થવાની છે.

મતગણતરી સ્થળે પેરામિલિટ્રી ફોર્સના જવાનોને પણ તૈનાત રાખવામાં આવશે. અહીં સીસીટીવી કેમેરાથી તમામ ગતિવિધિઓ પર બાજનજર રાખવામાં આવશે. જ્યારે મત ગણતરીના પાંચસો મીટર સુધીના દાયરામાં આવતા કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિઓની પણ ઝીણવટભરી તપાસ કરવામાં આવશે.

READ ALSO

Related posts

કોમેડિયન રાજુ શ્રીવાસ્તવે સુરતમાં કોને ઢોર માર મારવાની વાત કરી

Nilesh Jethva

ખાખી વર્દી ફરી ખરડાઈ, હોટલમાં ચા-નાસ્તા માટે ઉભું રહેવું પડ્યું ભારે

Nilesh Jethva

રાજ્યના આ વિસ્તારમાં કોંગ્રેસમાં ભંગાણ, 400થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!