GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

સુરતમાં થાળી-વેલણ અને બેનરો સાથે લોકડાઉનનો વિરોધ, પોલીસ 15ને ઉઠાવી ગઇ

સુરત

કોરોના વાયરસના સક્રમણને અટકાવવા માટે જાહેર કરવામાં આવેલા લોક્ડાઉન તેમજ પોઝિટિવ કેસ વગર કેટલાક વિસ્તારને કોરોન્ટાઇન કરવાના આરોગ્ય વિભાગના નિર્ણયને મનસ્વી ગણાવી આજ રોજ લિંબાયત ઝોનના કોગ્રેંસી કોર્પોરેટર અસ્લમ સાયકલવાલાની આગેવાનીમાં માન દરવાજા ડી ટેનામેન્ટ પાસે સ્થાનિક રહેવાસીઓ દ્વારા સૂત્રોચ્ચારની સાથે ધરણા પ્રદર્શન કરવામાં આવતા સલાબતપુરા પોલીસે 15થી વધુ લોકોની અટકાયત કરી હતી.
કોરોના વાયરસનું સક્રમણ હજી અટકવાનું નામ લેતું નથી ત્યાં વળી રાજકીય રમત શરૂ થઇ ગઇ છે.

જે અંતર્ગત કોરોના પોઝિટિવ કેસ માટે હોટ સ્પોટ બનેલા માન દરવાજા ટેનામેન્ટ વિસ્તારના રહેવાસીઓ અને લિંબાયત ઝોનના કોગ્રેંસી કોર્પોરેટર અસ્લમ ફિરોઝ સાયકલવાલાની આગેવાનીમાં માન દરવાજા ડી ટેનામેન્ટ પાસે થાળી-વેલણ વગાડી સરકાર વિરૂધ્ધ સૂત્રોચ્ચાર કરવા માટે એક્ઠા થયા હતા. જે અંગેની જાણ સલાબતપુરા પોલીસને થઇ હતી. જેથી તુરંત જ પોલીસ સ્ટાફ દોડી ગયો હતો અને લોક્ડાઉન અને કોરોના પોઝિટિવ કેસને પગલે કોરોન્ટાઇન કરવામાં આવેલા વિસ્તારના મુદ્દે વિરોધ પ્રદર્શન કરનાર કોર્પોરેટર અસ્લમ સાયકલવાલા ઉપરાંત ફિરોઝ સાહેબખાન પઠાણ (રહે. ખટોદરા કોલોની, માન દરવાજા) અને આ ઉપરાંત માન દરવાજા ટેનામેન્ટ અને રેલ રાહત કોલોનીમાં રહેતા પરેશ પ્રવિણ રાણા, જયેશ નટુ રાઠોડ, અસ્લમખાન સલીમખાન પઠાણ, ઇફ્તેખાર સૌકતખાન સૈયદ, મુસ્તકીર મનોવર શાહ, સાદીક યુસુફ શેખ, સાબીર બિકન શેખ, અબ્દુલ્લા હબીબુલ્લા શેખ, જાવેદખાન સલીમખાન પઠાણ, અલ્તાફ રજા શેખ, ઇમરાનખાન અબ્દુલખાન પઠાણ અને શાહરૂખ શાબીર શેખની ધરપક્ડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બેનરોમાં થયેલા લખાણ

  • સતત લોક્ડાઉનના કારણે આર્થિક પાયમાલ થઇ ગયા છીએ
  • અમારા કરવેરા અને લાઇટબિલ માફ કરો
  • અમને રોક્ડ આર્થિક સહાય કરો, અમને બે ટંક ભોજન આપો…
  • અમને કોરોન્ટાઇનમાંથી મુક્ત કરો
  • અમને આત્મનિર્ભર બનવા મદદરૂપ બનો
  • અમને આત્મહત્યા કરવા મજબુર ના કરો

Read Also

Related posts

હવે ચીનને સતાવી રહ્યો છે બેંકોનો ભાગી જવાનો ડર, મોટી રકમના ઉપાડ ઉપર લગાવ્યો પ્રતિબંધ

Mansi Patel

ટીવી સ્ટાર્સ સાથે કપડામાં પણ થાય છે ભેદભાવ, આ બે એક્ટ્રેસે કર્યો મોટો ખુલાસો

Pravin Makwana

દ્વારકામાં વરસાદના વિરામ છતા હજુ નથી ઓસર્યા પાણી, તંત્રની કામગીરી સામે લોકોમાં ભારે રોષ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!