GSTV
Gujarat Government Advertisement

સુરતની સૂરત બદલાઈ/ કોરોના આવી રહ્યો છે કાબૂમાં, ઘટ્યા કેસ અને ઘટી લાઈનો

કોરોના

Last Updated on May 4, 2021 by Bansari

સુરતમાં કોરોનાની ગતિ થોડી મંદ પડતા સોમવારે સિટીમાં સત્તાવાર રીતે 10 અને જીલ્લામાં 3 મળી કુલ 13 મોત થયા હતા. સિટીમાં નવા 1309 અને જીલ્લામાં 347 મળી કોરોનાનાં નવા 1656 દર્દી નોંધાયા છે. તો શહેરમાંથી વધુ 2290 અને ગ્રામ્યમાંથી 337મળી કુલ 2627 દર્દીને રજા અપાઇ હતી.

કોરોના

સોમવારે સુરત સિટીમાં કોરોનાથી 10 મોત

આરોગ્ય વિભાગ પાસેથી મળેલી વિગત મુજબ સોમવારે સુરત સિટીમાં નોંધાયેલા 10 મોતમાં લંબેહનુમાન રોડના 65 વર્ષીય વૃદ્ધ, પાંડેસરાના 70 વર્ષીય વૃદ્ધા, છાપરા ભાઠાના 82 વર્ષના વૃદ્ધા, ભાગળના 53 વર્ષના આધેડ, મોટા વરાછાના 65 વર્ષીય વૃદ્ધ, ડુમસના 71 વર્ષીય વૃદ્ધ, અમરોલીની 37 વર્ષની મહિલા, અડાજણના 44 વર્ષીય આધેડ, પાલના56 વર્ષના પ્રોઢ અને નવી સિવિલ રોડના 56 વર્ષના પ્રોઢનો સમાવેશ થાય છે. જ્યારે ગ્રામ્યમાં કામરેજની 48 વર્ષની મહિલા, માંગરોળના 49 વર્ષીય આધેડ, ઓલપાડના 82 વર્ષીય વૃદ્ધનો સમાવેશ થાય છે.

કોરોના

જાણો કયા વિસ્તારમાં કેટલા કેસ

સિટીમાં સૌથી વધુ રાંદેરમાં 349 અને અઠવામાં 335 કેસ છે. સિટીમાં નવા 1309 કેસ સાથે કુલ કેસ 95,043 અને મૃત્યુઆંક 1454 થયો છે. ગ્રામ્યમાં નવા 347 મળી કુલ કેસ 25,777 અને મૃત્યુઆંક 357 છે. સિટી-ગ્રામ્ય મળીને કુલ કેસનો આંક 1,20,820 અને મૃત્યુઆંક 1811 છે. સિટીમાં સાજા થનારા દર્દીઓનો આંક 77,945 અને ગ્રામ્યમાં 21,679 મળીને કુલ આંક 99,624 થયો છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ઈઝરાયેલ સામે 57 ઈસ્લામિક દેશો થયા એક : UNમાં લઈ જશે સમગ્ર મામલો, સભ્ય દેશોનો એક સમૂહ તૈયાર કર્યો

Pritesh Mehta

સરકાર આંખો ખોલો/ વિરમગામમાં લોકોએ થાળી વેલણ વગાડવી નોંધાવ્યો વિરોધ, તંત્રના કાન સુધી માંગણી પહોંચાડવાનો કર્યો પ્રયાસ

pratik shah

નાના બાળકોને કોરોનાથી બચાવવા અપનાવો આ ઉપાયો, કોવિડ વિરુદ્ધ લડવામાં બનાવી રાખશે સુરક્ષા કવચ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!