GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

સુરતની બદલાઈ ગઈ સૂરત, જુલાઈમાં સતત 200થી વધુ નવા પોઝીટીવ સાથે સંક્રમણ 6 હજારને પાર

રાજ્યમાં કોરોના મહામારીનો આંક સતત ઊંચો જઈ રહ્યો છે. કોરોના સંક્રમણ રાજ્યના એક જિલ્લા પૂરતું મર્યાદિત ન રહેતાં ઠેર ઠેર સંક્રમણના કેસો વધી રહ્યા છે. રાજ્યમાં અમદાવાદ પૂરતું મર્યાદિત સંક્રમણ ન રહેતાં સુરત હોટ સ્પોટ બનવા ઉપરંત વડોદરા, બનાસકાંઠા જેવા વિસ્તારોમાં પણ કોરોના સંક્રમણના કેસો સતત વધી રહ્યા છે. સુરતમાં જુલાઈ મહિના સતત અમદાવાદથી વધારે નવા પોઝીટીવ કેસ આવી રહ્યા છે. સુરતમાં છેલ્લા 6 દિવસથી સતત 200 પ્લસ કેસ આવી રહ્યા છે. સુરતમાં કોરોના સંક્રમણનો આંક 6209 ને પાર થયો છે. સુરતમાં છેલ્લા 24 કલાકમાં નવા 241 પોઝીટીવ કેસ આવ્યા છે. ગઈ કાલે પણ સુરતમાં 254 નવા પોઝીટીવ કેસ આવ્યા હતા. સુરતમાં અમદાવાદથી પણ વધારે નવા પોઝીટીવ કેસ આવી રહ્યા છે. સુરતમાં 1870થી વધારે એક્ટિવ કેસ છે. સુરતમાં અત્યાર સુધી 4 હજાર જેટલા લોકો સાજા પણ થઈ ચૂક્યા છે. રાજ્યમાં છેલ્લા 6 દિવસમાં 4215 જેટલા નવા પોઝીટીવ કેસ આવ્યા છે. જેમાં સૌથી વધુ કેસ સુરતના છે. સુરતમાં છેલ્લા 6 દિવસમાં 1380 નવા પોઝીટીવ કેસ આવ્યા છે. સુરતમાં છેલ્લા 6 દિવસમાં સતત 200 પ્લસ કેસ આવી રહ્યા છે. સુરતમાં હિરા અને કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોમાં સંક્રમણ ફેલાતા નવા કેસો વધી રહ્યા છે.

રાજ્યમાં સૌથી વધુ 735 નવા પોઝીટીવ કેસ આવ્યા

રાજ્યમાં છેલ્લા 3 દિવસમાં કોરોના સંક્રમણના 700થી વધારે નવા પોઝીટીવ કેસ આવી રહ્યા છે. રાજ્યમાં જુલાઈ મહિનાની શરૂઆતથી જ નવા પોઝીટીવ કેસની સંખ્યા સતત વધી છે. રાજ્યમાં કોરોના સંક્રમણનો સતત છઠ્ઠા દિવસે રેકોર્ડબ્રેક નવો આંક, ત્રણ દિવસથી 700 પ્લસ સાથે 37 હજારની નજીક પહોંચી ગયો છે. કોરોના માટે જુલાઈ નવા રેકોર્ડનો મહિનો બની રહ્યો હોય તેમ સતત છઠ્ઠા દિવસે કોરોનાના રેકોર્ડબ્રેક નવા આંક આવ્યા છે. આજે વધુ 735 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 36858 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. રાજ્યમાં નવા વધતા કેસો સાથે એક્ટિવ કેસની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં એક્ટિવ કેસ 8573થી વધારે છે. જ્યારે અત્યાર સુધી રાજ્યમાં કોરોનાને કારણે 1962 લોકોના મોત નીપજ્યાં છે.

જુલાઈમાં સુરત, અમદાવાદ અને રાજ્યની સ્થિતિ

તારીખરાજ્યમાં નવા પોઝીટીવમોતઅમદાવાદસુરત
1 જુલાઈ67521215201
2 જુલાઈ68119211227
3 જુલાઈ68718204204
4 જુલાઈ71221172253
5 જુલાઈ72518177254
6 જુલાઈ73517183241

છેલ્લા 6 દિવસમાં 4215થી વધુ કેસ અને 114 લોકોના થયા મોત

રાજ્યમાં છેલ્લા 6 દિવસમાં 4215 નવા કેસ નોંધાયા છે. તો 6 દિવસમાં 114 લોકોના કોરોનાને કારણે મોત પણ નિપજ્યા છે. અમદાવાદમાં કોરોના મહામારીના આજે વધુ 183 નવા કેસ આવ્યા છે. જ્યારે વધુ 7 લોકોના મોત થતાં અમદાવાદમાં અત્યાર સુધી મહામારીનો આંક 22075 ને પાર થયો છે. જ્યારે મોતનો આંક 1500 નજીક પહોંચી ગયો છે. અમદાવાદમાં કોરોનાને કારણે 1495 લોકોના જીવ ગયા છે. સુરતમાં મહામારીનો આંક 6 હજારને પાર થયો છે. વડોદરામાં પણ કોરોના મહામારથી 2,600થી વધુ લોકો સંક્રમિત થયા છે. ગાંધીનગરમાં પણ 719થી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે.

READ ALSO

Related posts

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં હેલ્થકેરમાં નોકરી કરતી યુવતીએ કર્યો આપઘાત

Nilesh Jethva

અમદાવાદમાં કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતની પોલીસે કરી અટકાયત

Nilesh Jethva

અનલોક પાર્ટ-2 શરૂ થતા જ દારૂની ખેપ વધી, રાજસ્થાનથી ઓટો રિક્ષામાં દારૂ લાવતા બે વ્યક્તિની ધરપકડ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!