GSTV

ફફડાટ/ ભઠ્ઠીઓ વધારાવાની સાથે 5 હજાર કિલો લાકડાનો સ્ટોક, કોરોનાની ત્રીજી લહેર પહેલા સ્મશાનગૃહોનું આગોતરુ આયોજન

સ્મશાન

Last Updated on July 24, 2021 by Bansari

વિધિની વક્રતા કહો કે કોરોનાનો હજુ પણ કેવો ફફડાટ છે તેનો દાખલો સુરતમાં જોવા મળી રહ્યો છે. બીજી લહેર વખતે સ્મશાનમાં લાકડા અને ચિતા ખુટી પડી હતી. આવી સ્થિતીનો અંદેશો હજુ પણ સુરતીઓને સતાવી રહયો છે. એટલે સુરતમાં મરણ ન બગડે એની તૈયારીઓ થઇ રહી છે. અહી સ્મશાનગૃહની અંદર વધારાની ભઠ્ઠીઓ બનાવવાની સાથે લાકડાનો મોટો સ્ટૉક પણ સંગ્રહ કરવામાં આવ્યો છે.લોકોને અગવડતા ના પડે તે માટે સ્મશાનગૃહોએ પણ આગોતરું આયોજન  કર્યુ છે.

સ્મશાન

ભારે તાપમાન વચ્ચે પણ ટકી શકે તે રીતની ચીમની ડિઝાઇન કરવામાં આવી

 જહાંગીરપુરા સ્થિત સ્મશાનગૃહમાં  કોરોનાની બીજી વેવમાં પ્રતિદિવસ 100 થી વધુ મૃતદેહો અંતિમવિધિ માટે આવતા હતા. જેના કારણે ભઠ્ઠી સતત ધમધમતી રહી હતી. જ્યાં ભારે ટેમ્પરેચરના કારણે ભઠ્ઠીની ચીમનીનો નીચેનો ભાગ પીગળી જતા ધડાકાભેર સાથે તૂટી પડી હતી. જેથી હાલ ભારે તાપમાન વચ્ચે પણ ટકી શકે તે રીતની ચીમની ડિઝાઇન કરવામાં આવી છે.સંભવત ત્રીજી વેવને લઈ સ્માશનગૃહની અંદર ભઠ્ઠીઓ વધારાવાની સાથે 5 હજાર કિલો લાકડાનો સ્ટોક પણ હાલ કરવામાં આવ્યો છે.

ત્રીજી લહેરની અગમચેતી રૃપે સિવિલને 100 ઓક્સિજન જનરેટર મોકલાયા

સુરત શહેરમાં કોરોનાની બીજી લહેરમાં અનેકે જીંદગી ગુમાવી અને હવે કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતા પણ દર્શાવાઇ રહી છે . જેથી સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતેના ઓકસીજન કોન સ્ટેટર મશીનથી હવામાંથી ઓકસીજન મળશે. આ મશીન પાંચ લિટરથી ઓછું ઓક્સિજન દર્દીને આપવામાં ઉપયોગી થઇ શકશે.

સુરત

સુરત શહેરમાં કોરોનાની બીજી લહેરમાં શહેરમાં કોરોનાની સંખ્યામાં વધારો થયો હતો.જેથી શહેરની હોસ્પિટલમા ઓકસીજનની અછત પણ વર્તાઇ હતી.આવા સંજોગમાં ત્રીજી લહેર આવે. તો ઓકસીજનની અછત નહી પડે તે હેતુથી સરકાર દ્વારા સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે 100 કોન સ્ટેટર મશીન ફાળવામાં આવ્યા છે. આ મશીનમાંથી હવાથી ઓકસીજન જનરેટ થાય છે. આ મશીન જે દર્દીને 5 લીટરથી ઓછુ ઓકસીજન જરૃર હોયતેવા દર્દી માટે ઉપયોગી બનશે.આ મશીન વિજળીથી ચાલશે. આ મશીન પર દર્દીને રાખવામાં આવે તો ઓકસીજન સિલિન્ડર અને ઓકસીજન લાઇનની જરૃર રહેતી નથી. મશીનને સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી શકાય છે. એવુ નવી સિવિલના આર.એમ.ઓ ડો.કેતન નાયકે કહ્યુ હતુ.

Read Also

Related posts

જ્યોતિષ / ગુરુ અને શનિનું એકીસાથે એક જ રાશિમાં આગમન બનાવી દેશે આ રાશિજાતકોને માલામાલ, જાણો તમારી રાશિ છે કે નહિ…?

Zainul Ansari

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

ડ્રગ્સ મામલે મોટા ખુલાસા/ નશાનો વેપાર કરવા માટે અપનાવતા હતા આ તરીકે, 8 લોકોની ધરપકડ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!