GSTV

સુરતમાં મિત્રએ જમીન દલાલની હત્યા કરી નાખી, પોતાના શરીરે ૫ણ ઘા મારી ૫હોંચી ગયો દવાખાને

Last Updated on March 31, 2018 by

સુરતના અઠવા વિસ્તારમાં એક જમીન દલાલની હત્યા થતાં ચકચાર મચી ગઈ. મિત્રએ જ મિત્રની હત્યા કરી નાંખી. પૈસાની લેવડ-દેવડ મામલે મિત્રએ જ મિત્રની હત્યા કરી નાંખી. તો હત્યાના કેસથી બચવા હત્યારા મિત્રે પોતાના શરીર પર પણ ઘા માર્યા અને સિવિલ હોસ્પિટલ પહોંચી ગયો હતો. પરંતુ તેનું નાટક બહુ ન ચાલ્યું. મૃતકના પરિવારજનોએ સિવિલ હોસ્પિટલ પહોંચીને હત્યારાને ઢોર માર માર્યો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલે થાળે પાડ્યો. અને સમગ્ર મામલાની તપાસ હાથ ધરી. નીતિન કેશવ નામના જમીન દલાલને તેના મિત્રએ જ હત્યા કરી નાંખી. પૈસાની માગણીને લઈને બંને વચ્ચે તકરાર ચાલતી હતી. નીતિન તેના મિત્ર પાસે લેવાના નીકળતાં પૈસાની ઉઘરાણી કરતો હતો. ત્યારે ઉશ્કેરાયેલા તેના મિત્રએ તેની હત્યા કરી નાંખી.

 

Related posts

બ્યુટી ટિપ્સઃ ફૂદીનાના પાનના આ ફાયદા જાણતા નથી લાગતા, ત્વચા નિખારમાં કેટલું મહત્વ છે તે વાંચશો તો ઉપયોગ કરવાનું ભૂલશો નહીં

Harshad Patel

કચ્છ: ખેતરોમાં વીજલાઇન અને પવનચક્કી નાખવાનો વિરોધ, તાત્કાલિક કામગીરી બંધ કરવા ઉઠી માંગ

pratik shah

તમારા કામનુ / 60,000 રૂપિયા ટેક્સ બચાવવામાં મદદ કરશે આ 3 નિર્ણય, સેલરીને આવી રીતે કરવી પડશે મેનેજ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!