GSTV

ઘરે રહો સુરક્ષિત રહોની સુરતીઓને સલાહ પણ મંત્રીના દીકરાને સુરતમાં સુપર પાવર, કોન્સ્ટેબલે પોલીસનો પાવર દેખાડ્યો

પોલીસ

Last Updated on July 11, 2020 by Arohi

ગુજરાતમાં સુરતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે. સુરતમાં કરફ્યુંનું ચુસ્ત પાલન કરવું પડે તેવી સ્થિતિ છે. આ ગંભીર સ્થિતિમાં પણ લોકો કરફ્યુંના નિયમોનું પાલન કરી રહ્યાં નથી. સુરતમાં આરોગ્યમંત્રી કુમાર કાનાણીના પુત્રનો વિવાદ સામે આવ્યો છે. કિશાર કાનાણીએ થોડા દિવસો પહેલાં જ તમામને સોશિયલ મીડિયા મારફતે અપીલ કરી હતી કે, સુરત પોલીસ કમિશ્નરના જાહેરનામા પ્રમાણે મધ્યરાત્રિથી 12 વાગ્યાથી તમામ પ્રકારના ખાનગી વાહનોની અવર જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઘરે રહો અને સુરક્ષિત રહો પણ જાહેરનામાનો મંત્રી પુત્રએ પાલન કર્યું નથી.

મહિલા કોન્સ્ટેબલ સાથે દુર્વ્યવહાર કર્યાનો આરોપ

સુરતમાં એક મહિલા કોન્સ્ટેબલ સાથે દુર્વ્યવહાર કર્યાનો આરોપ લાગતા રાજકીય ગરમાવો આવી ગયો છે. આ ઘટનામાં મહિલા કોન્સ્ટેબલ સુનિતા યાદવનો ઓડિયો વાયરલ થયો છે. જેમાં મંત્રી કુમાર કાણાંનીના પુત્ર પ્રકાશ કાનાણીએ દુર્વ્યવહાર કર્યાનો આરોપ છે. જોકે, આ મહિલાએ ઉચ્ચ અધિકારીઓને ફોન પણ કર્યા હતા. જેઓને બંદોબસ્ત પૂર્ણ કરીને નીકળી જવાની સલાહ અપાઈ હતી. આ મામલો આજે તુલ પકડી રહ્યો છે.

ભલામણ માટે આરોગ્યમંત્રીના પુત્ર  દોડી આવ્યા

સુરતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે. આ દરમિયાન પોલીસ પણ આ બાબતે કાર્યવાહી કરી રહી છે. વરાછામાં ગત રાત્રે  કર્ફ્યૂ દરમિયાન કારમાં નીકળેલા ચાર શખ્સોને રોકતા તેમની ભલામણ માટે આરોગ્યમંત્રીનો પુત્ર  દોડી આવ્યા હતો. જે દરમિયાન માથાકૂટ એટલી વધી હતી કે પોલીસ કોન્સ્ટેબલને 365 દિવસ એક જ જગ્યાએ ડ્યૂટી કરાવવાની ધમકી અપાઈ હતી. જેમાં મહિલા કોન્સ્ટેબલે ગાડીની ચાવી લઇ લઇને તાડુકી ઉઠી હતી. મહિલા કોન્સ્ટેબલે તારા બાપની નોકર છું, તેમ કહી આ કોન્સ્ટેબલે વરાછા પોલીસ ઈન્સ્પેક્ટરને ફરિયાદ કરતાં તેને પોઈન્ટ ઉપરથી હટી જવાનું કહેતો ઓડિયો વાઈરલ થયો છે. અધિકારીએ પણ આ પોઇન્ટ છોડી દેવાની સલાહ આપી હતી.

હીરાબજારમાં ફરજ પર હતા લેડી કોન્સ્ટેબલ

લીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી કોન્સ્ટેબલ સુનિતા યાદવે (constable suniat yadav) ગુરૂવારે રાત્રે હીરાબજારમાં ફરજ પર હતી. આ દરમિયાન જ કારમાં માસ્ક વગર આવેલા પાંચ જણાને તેને અટકાવ્યા હતા. બાદમાં ત્યાં મંત્રી કુમાર કાનાણીનો દીકરો (Prakash kanani) પ્રકાશ કાનાણી (son of Minister kumar kanani) આવ્યો હતો અને બંને વચ્ચે જીભાજોડીના ઓડિયો વાયરલ થઈ રહ્યાં છે. આ મામલો હવે તુલ પકડી રહ્યો છે. પોલીસ કર્મચારી તો પોતાની ફરજ બજાવી રહી હતી. આ દરમિયાન કુમાર કાનાણી અને તેમના મિત્રોએ કરેલી મનમાની બાદ કોન્સ્ટેબલે પિત્તો ગુમાવી દીધો હતો. આ મહિલા કર્મચારી સાથે અભદ્દ ભાષામાં વાતચીત થઈ હતી.

Read Also

Related posts

સર ટી હોસ્પિટલ ફરી વિવાદમાં / નર્સિંગ સ્ટાફના 100થી વધુ કર્મચારીઓને એકાએક કરી દેવાયા છુટા

Pritesh Mehta

નવસારી કૃષિ યુનિ. ખાતે યોજાયું બેનમૂન પ્રદર્શન, બામ્બુ મિશન વાસની ખેતીને અપાયું પ્રોત્સાહન

Pritesh Mehta

Ganesh Chaturthi: ગણેશ વિસર્જનને લઈને મનપા તૈયાર, 170 ફાયરના જવાનો રહેશે ફરજ પર

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!