GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

સુરતઃ આ કિસ્સો જાણીને તમે હેલ્મેટ ઘરમાં પણ પહેરી રાખશો, થયો 25000નો દંડ

હેલ્મેટ ન પહેરવું કેટલુ ભારે પડી શકે છે તે સુરતના હસમુખભાઈ વરિયાને પૂછો તો ખ્યાલ આવી જાય. હેલમેટ ન પહેરવા બદલ હસમુખભાઈને ત્રણ વર્ષના 25 હજાર રૂપિયાનો ઈ-મેમો મળતાં તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. જુઓ શું છે આખો મામલો.

રત્નકલાકાર હસમુખભાઈ વેકરિયા પોલીસ કમિશનર ઓફિસમાંથી તેમને ફોન આવ્યો. 25 હજાર રૂપિયા દંડ ભરી જવા કહેવામાં આવ્યું. ત્યારે હસમુખભાઈ વિચારતાં જ રહી ગયા. હસમુખભાઈના મોપેડની કિંમત તો 20 હજાર રૂપિયા છે. પણ હેલમેટ ન પહેરવાના ગુનાસર તેમને 25 હજાર રૂપિયાનો દંડ ભરવા ફરજ પાડવામાં આવી છે. વાત એમ છે કે હસમુખભાઈએ છેલ્લા ત્રણ વર્ષથી હેલમેટ પહેરતા નથી. ત્યારે ત્રણ વર્ષમાં તેમને 67 જેટલા મેમો આવ્યા છે. જેની કુલ કિંમત 25 હજાર જેટલી થાય છે. હસમુખભાઈનું કહેવું છે કે તેઓ આ બાબતથી અજાણ હતા.

પોલીસ કમિશનર ઓફિસમાંથી ફોન આવતાં હસમુખભાઈ ક્ષણિક સ્તબ્ધ થઈ ગયા. તેમણે કહ્યું કે તેમને માત્ર બે જ મેમો મળ્યા હતા અને જેના દંડની રકમ અગાઉ ભરી દીધી હતી. હસમુખભાઈએ પોલીસ મથકમાં જઈ તમામ મેમો મેળવ્યા હતા. વાસ્તવમાં તેમને 25 હજારનું ઈ-ચલણ આપવામાં આવ્યું હતું. જે તેની પાસે પહોંચયા જ નથી. આ બાબતે જ્યારે તેને પોલીસ કમિશનરને જાણ કરી ત્યારે પોલીસ કમિશનર દ્વારા તેને કહેવામાં આવ્યું કે દંડતો ભરવો જ પડશે.

મહિને 10 હજાર વેતન મેળવતા હસમુખભાઈને હેલમેટ ન પહેરવા બદલ 25 હજારનો દંડ ભરવો હવે ભારે પડી રહ્યો છે. જોકે પોલીસ તંત્રએ તેમને થોડી થોડી રકમ ભરવા પણ સવલત આપી છે.

Related posts

ટ્રેડવોર: કોર્પોરેટ લીડર્સનો બેઈજિંગ પરનો વિશ્વાસ હવે ઘટ્યો, અબજોમાં પડશે ભારત વિવાદ

Ankita Trada

દાહોદ જિલ્લા ભાજપમાં આ ઓડિયો ક્લિપ વાયરલ થતા ખળભળાટ, એસસી મોરચાના મહામંત્રીની રાજીનામાની ચીમકી બાદ રાજકારણ ગરમાયું

Nilesh Jethva

સરકારની મનમાની : VVIP લોકોનો જીવ બચાવવા દવાને કરી રાખે છે સ્ટોક, ગરીબોનું જે થવું હોય તે થાય!

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!