GSTV

ગજેરા સ્કૂલની મનમાની / મંજૂરી વિના ધો. 8ના વર્ગો શરૂ કરાતા વિવાદ, પોલીસ આવતા જ વિદ્યાર્થીઓને રજા અપાઇ

Last Updated on August 4, 2021 by Dhruv Brahmbhatt

સુરતના કતારગામમાં આવેલી ગજેરા સ્કૂલે સરકારના આદેશથી ઉપરવટ જઈને ધોરણ આઠના વર્ગો ચાલુ કરતા વિવાદ શરૂ થયો છે. કોરોનાના કારણે સરકારની મંજૂરી ન હોવા છતાં શાળાના સંચાલકોએ શાળા ચાલુ કરી દીધી છે. તો બીજી તરફ જિલ્લા શિક્ષણાધિકારી પણ ઘોર નિદ્રામાં હોય તેવું સામે આવ્યું છે. સરકારની કોર કમિટીના નિર્ણય બાદ રાજ્યમાં વિવિધ વર્ગો ચાલુ કરવામાં આવ્યાં છે. તો બીજી તરફ સુરતની ગજેરા સ્કૂલ દ્વારા સરકારના નિર્ણયની રાહ જોયા વગર ધોરણ આઠના વર્ગો ચાલુ કરી દેવામાં આવ્યાં છે. ત્યારે સમગ્ર ઘટના સામે આવતા સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. જો કે, ભારે વિવાદ બાદ વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી રજા આપવામાં આવી હતી.

સ્કૂલની બેદરકારી સામે અનેક પ્રશ્નો ઊભા થયાં

જો કે અહીં પ્રશ્ન ઊભા થઇ રહ્યાં છે કે, આખરે શા માટે ગજેરા સ્કૂલ સરકારની ગાઇડલાઇનનું પાલન નથી કરી રહી? શું ગજેરા સ્કૂલને બાળકોના સ્વાસ્થ્યની કોઇ જ ચિંતા નથી? જો બાળકો સંક્રમિત થશે તો કોણ જવાબદારી લેશે? આખરે સરકાર પણ કેમ આવી સ્કૂલની માન્યતા રદ નથી કરી નાખતી?

ધો. 10માં અભ્યાસ કરતો વિદ્યાર્થી આવ્યો કોરોના પોઝિટિવ

અત્રે નોંધનીય છે કે, આજે સુરતના લિંબાયતની સુમન શાળા નંબર પાંચનો એક વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયો છે. ધોરણ 10માં અભ્યાસ કરતો વિદ્યાર્થી કોરોના સંક્રમિત બન્યો છે. જે શાળા, સરકાર તેમજ વાલીઓ માટે એક ચિંતાજનક બાબત કહી શકાય. મહત્વનું છે કે, શાળામાં વિદ્યાર્થીઓના રેપિડ ટેસ્ટ કરાવવામાં આવ્યાં હતાં. આ દરમિયાન ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને આઈસોલેટ કરવામાં આવ્યો છે અને તેના વર્ગખંડમાં અભ્યાસ કરતા 46 વિદ્યાર્થીઓના રેપિડ ટેસ્ટ કરાવવામાં આવ્યાં છે. શહેરની કોઈ પણ સ્કૂલમાં એક પણ કેસ નોંધાતા શાળા બંધ કરાશે તેવો મહાનગરપાલિકાએ નિર્ણય કર્યો છે.

READ ALSO

Related posts

શરમજનક / વેબ સિરીઝ ‘આશ્રમ 3’ની શૂટિંગ દરમિયાન બજરંદ દળનો હોબાળો, વાહનોમાં કરવામાં આવી તોડફોડ

Zainul Ansari

ઘઉંની આ બે નવી જાત છે શાનદાર, ઓછા પાણીમાં પણ થાય છે બંપર ઉત્પાદન: ગુજરાત સહિતના આ રાજ્યોમાં થશે ખેતી

Zainul Ansari

ચોંકાવનારુ: ગુનાઈત પ્રવૃતિઓ માટે કુખ્યાત પ.બંગાળના માલદા જિલ્લામાં ટીએમસી નેતાના ઘરમાં બોમ્બ બ્લાસ્ટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!