GSTV
Gujarat Government Advertisement

મેઘ મલ્હાર/ આ જિલ્લામાં મેઘરાજા દે ધનાધન, ક્યાંક અડધો ઇંચ તો ક્યાંક 5 ઇંચ વરસાદથી રેલમછેલ

મેઘરાજા

Last Updated on August 31, 2020 by Bansari

મેઘરાજાએ બે દિવસ બ્રેક માર્યા બાદ ફરી સુરત શહેર અને જિલ્લામાં ધમધમાવતા આજે દિવસના 12 કલાકમાં અડધો ઇંચ થી લઇને 5 ઇંચ સુધીનો વરસાદ ખાબકતા સર્વત્ર પાણીની રેલમછેલ થતા ખેતીપાકના નુકસાનને લઇને ખેડુતો ફરી ટેન્શનમાં મુકાયા છે. સુરત સિટીમાં સરેરાશ બે ઇંચ વરસાદમાં ઉધના ઝોનમાં 3.5 ઇંચ વરસાદ ઝીંકાતા ગરનાળાઓમાં કમર સુધી પાણી ભરાઇ ગયા હતા.

કડાકા-ભડાકા સાથે વરસાદ

બે દિવસ મેઘરાજા આરામ ફરમાવી ફરી વરસવાનું શરૃ કર્યુ છે.આજે સવારથી આકાશમાં કાળા ઘનધોર વાદળો છવાવવાની સાથે વિજળીના ગડગડાટ સાથે વરસાદ તુટી પડયો હતો. સવારથી શરૃ થયેલો વરસાદ સાંજ સુધી નહી થંભતા જનજીવનને વ્યાપક અસર થઇ હતી. જિલ્લામાં સૌથી વધુ કામરેજમાં પાંચ ઇંચ વરસાદ વરસ્યો હતો. પલસાણા-મહુવામાં 4 ઇંચ નોંધાયો છે.

સુરત

જાણો ક્યાં કેટલો વરસાદ

આજે દિવસના સુરત જિલ્લામાં સૌથી વધુ વરસાદ કામરેજમાં ૫ ઇંચ, પલસાણા, મહુવામાં ૪ ઇંચ સહિત સર્વત્ર વરસાદ ઝીકાયો હતો. સરેરાશ ૨.૮ ઇંચ વરસાદ વરસ્યો હતો. આજે દેમાર વરસાદના કારણે ખેતરોમાંથી પાણી ઉતર્યા નથી ત્યાં ફરી ભરાઇ જતા ખેતીપાકને નુક્સાનની ભીતિથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

દરમિયાન આજે સુરત સિટીમાં સરેરાશ બે ઇંચ વરસાદ વરસ્યો હતો. મેઘરાજાની બેટીંગથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળવાની સાથે જ સતત વરસાદના કારણે જનજીવનને વ્યાપક અસર પડી હતી. આજે સૌથી વધુ ઉધના ઝોનમાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. ગરનાળાઓમાં કમર સુધી પાણઈ ભરાઇ ગયા હતા. નીચ વિસ્તારો તેમજ રોડ ઉપર પાણી ભરાતા મ્યુનિ. તંત્ર દોડતું થઇ ગયું હતું. બીજી તરફ બે ખાડી ફરીથી ઓવરફ્લો થઇ જતા સ્થાનિક લોકોની સ્થિતિ ફરી કફોડી બની છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

BIG NEWS: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 12,545 કેસો નોંધાયા, 123 લોકોના મોત નિપજ્યા

pratik shah

હદ કરી/ કોરોના ના થાય માટે દારૂમાં હોમ્યોપેથિક કફ સિરપ ભેળવીને પીધો, એક જ પરિવારનાં 9નાં મોત

pratik shah

GSTV ના અહેવાલની અસર, જમાલપુર છીપવાડમાં મોડી રાત સુધી ચાલતી દુકાનો સામે તંત્રની કાર્યવાહી અનેક દુકાનો સીલ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!