GSTV
Surat Trending ગુજરાત

રામ કહો, રહેમાન કહો / વૃંદાવનમાં મુસ્લિમ કારીગરોએ બનાવેલા ભગવાન જગન્નાથના વાઘા સુરત પહોંચ્યા

કોરોનાને કારણે આ વર્ષે પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈ હાલ નિર્ણય લેવાયો નથી. જોકે સુરત ઈસ્કોન મંદિરે ભગવાન જગન્નાથના ખાસ પ્રકારના વાઘા વૃંદાવનથી આવી ગયા છે. જે વાઘા હિન્દુ-મુસ્લિમ એકતાનું પણ પણ પ્રતીક છે. મુસ્લિમ કારીગરો દ્વારા તૈયાર કરેલા આ બધા વાઘાની કિંમત ૩.૫ લાખથી વધુ છે.


સુરતમાં દર વર્ષે અષાઢી બીજના દિવસે શહેરની પાંચ મુખ્ય રથયાત્રાઓ અલગ-અલગ સ્થળોએથી યોજવામાં આવે છે. જેમાં પાંચ પૈકીની મુખ્ય અને સૌથી મોટી રથયાત્રા ઈસ્કોન મંદિરની હોય છે. જેમાં હજારોની સંખ્યામાં ભક્તો ભગવાન જગન્નાથની આ યાત્રામાં જોડાય છે. જો કે કોરોનાકાળમાં ગત વર્ષે આ યાત્રા સાદગીપૂર્ણ રીતે કઢાઈ હતી.

આ વર્ષે કરી નિર્ણય લેવાયો નથી. જોકે આ વચ્ચે રથયાત્રાના આકર્ષણ સમા ભગવાનના વાઘા વૃંદાવનથી સુરત આવી ચુક્યા છે. જેને વૃંદાવનના હિંદુ-મુસ્લિમ કાર્યકરોને ભેગા થઈને તૈયાર કર્યા છે. છેલ્લા ૨૫ વર્ષથી પેઢી દર પેઢી કારીગરો આ વાઘા તૈયાર કરે છે. એટલું જ નહીં તેમના તૈયાર કરાયેલા વાઘાને લઈને અન્ય દેશોથી પણ તેમને વાઘાના ઓર્ડર આવે છે .

ઈસ્કોન પ્રમુખ વૃંદાવન પ્રભુજીએ કહ્યું કે, અઢી મહિનામાં ૪ કારીગરોએ વાઘા પર ઝીણવટભર્યું હેન્ડ વર્ક કરી તૈયાર કર્યા છે. સાથે જ જરદોશી વર્ક, ચાંદીના વરખ અને વિવિધ સ્ટોન લગાવીને વાઘાને આકર્ષક ઓપ અપાયો છે. રેશમ, વેલ્વેટ અને વિસકોસના કાપડથી તૈયાર કરાયેલા એક વાઘાની કિંમત દોઢ લાખથી પણ વધુ છે.

ALSO READ

Related posts

ચીનના નેતા જિનપિંગ રશિયાના 3 દિવસના પ્રવાસે, પુતિન-જિનપિંગની મુલાકાત પર વિશ્વની નજર

Kaushal Pancholi

મોર્નિંગ ટિપ્સઃ સવારે ઉઠ્યા પછી તરત જ ન કરો આ 3 કામ, જો કર્યું તો તમને મળશે નકારાત્મક પરિણામ

Hina Vaja

સુરેન્દ્રનગરમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત! ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે થયો ભીષણ અકસ્માત, 15થી વધુ મજૂરો થયા ઈજાગ્રસ્ત

pratikshah
GSTV