GSTV
Gujarat Government Advertisement

સુરતમાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશનની લોકડાઉનની માંગ, આગામી દિવસોમાં સ્થિતિ વધુ કથળી શકે તેવાં એંધાણ

Last Updated on April 15, 2021 by Dhruv Brahmbhatt

સુરતમાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા સાત દિવસના સંપૂર્ણ લોકડાઉનની માંગ કરવામાં આવી છે અને રાજ્ય સરકારને પત્ર લખવામાં આવ્યો છે. હોસ્પિટલમાં વસ્તુઓની અછત પૂરી કરવા પણ માંગ કરવામાં આવી છે. ફાર્માસ્યુટિક કંપનીને જાણ કરીને રેમડેસિવિર ઈન્જેક્શનનો જથ્થો વધુ માત્રામાં પૂરો પાડવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે.

લોકડાઉન નહીં લગાવવામાં આવે તો આગામી દિવસોમાં સ્થિતિ વધુ કથળશે

હોસ્પિટલમાં ઓક્સિજન અને વેન્ટિલેટરની પણ વધુ પડતી માંગ હોવાથી જથ્થો પૂરો પાડવા રજૂઆત કરવામાં આવી છે. એસોસિએશનનું કહેવું છે કે, જો લોકડાઉન નહીં લગાવવામાં આવે તો આગામી દિવસોમાં સ્થિતિ વધુ કથળે તેવા એંધાણ વર્તાઇ રહ્યાં છે. એસોસિએશનનું કહેવું છે કે, હેલ્થ સ્ટાફ જેટલી ક્ષમતા છે, ત્યાં સુધી સેવા આપી રહ્યાં છે. પરંતુ જો આ સ્ટાફની ધીરજ ખૂટી જશે અને હેલ્થ સ્ટાફના લોકો કોરોના સંક્રમિત થશે તો સ્થિતિ વધુ ગંભીર બનવાની શક્યતા છે.

corona death

હૉસ્પિટલથી લઇને સ્મશાનગૃહોમાં લાંબી કતારો

ઉલ્લેખનીય છે કે, સુરતમાં કોરોનાના આંકડા દિવસે ને દિવસે સતત વધી રહ્યાં છે. હૉસ્પિટલથી લઇને સ્મશાનગૃહોમાં લાંબી કતારો જોવા મળી રહી છે. હજારો લોકો કોરોનાથી સંક્રમિત થઇ રહ્યાં છે. નોંધનીય છે કે, સુરતમાં સતત દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. સુરતમાં કોરોના પોઝિટિવના નવા 1655 દર્દી નોંધાયા છે જેમાં શહેર વિસ્તારમાં 1424 કેસ નોંધાયા છે. આ સાથે જ શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 61,590 જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં આજે વધુ 231 કેસ સાથે દર્દીની સંખ્યા 1992 એ પહોંચી ગઇ છે.

ગુરૂવારે શહેરનાં સેન્ટ્રલ ઝોનમાં 155, વરાછા એ ઝોનમાં 161, વરાછા બી 2માં 132, રાંદેર ઝોનમાં 268, કતારગામ ઝોનમાં 192, લીંબાયત ઝોનમાં 136, ઉધના ઝોનમાં 143 અને અઠવા ઝોનમાં 237 કેસ નોંધાયા છે. જો કે ગત રોજ સુરતમાં અઠવા અને ખાસ કરીને રાંદેર ઝોનમાં સંક્રમણ વધી રહ્યું છે, જેને લઈને કેટલાંક વિસ્તારને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યાં છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

પ્રિમોન્સૂન તૈયારી: રાજ્યમાં ચોમાસાની સ્થિતીને પહોંચી વળવા સતર્કતા, તમામ જિલ્લામાં કરાશે આ કામ

Pravin Makwana

ધારિયાથી પત્નિનું ગળુ કાપી જંગલમાં અલગ અલગ જગ્યાએ ટુકડા સંતાડ્યા, આડા સંબંધને લઈને પતિએ કરી નાખી હત્યા

Pravin Makwana

ગીર સોમનાથ: હરણાસા ગામના યુવાનોએ સેવાનું અનોખુ ઉદાહરણ પૂરુ પાડ્યું, ગૌશળામાં 14 બેડની આઈસોલેશન વ્યવસ્થા ઉભી કરી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!