GSTV
Home » News » સુરત અગ્નિકાંડ: કલાસિસ સેન્ટરમાં દોસ્તોને બળતાં જોઈ વિદ્યાર્થીએ લીધો આ નિર્ણય

સુરત અગ્નિકાંડ: કલાસિસ સેન્ટરમાં દોસ્તોને બળતાં જોઈ વિદ્યાર્થીએ લીધો આ નિર્ણય

કંઈક શીખવા માટે બાળકોને ટ્યૂશનમાં મૂકવામાં આવે છે અને નીચે લાગી જાય છે આગ. વિદ્યાર્થીઓને આ વાતની જાણ થાય તે પહેલા બહાર નીકળવાના રસ્તા બંધ થઈ ગયા હોય છે. તેમની સામે તેમના મિત્રો બળવા લાગ્યા તો તે જોઈ ઘણા વિદ્યાર્થીઓએ ચોથા માળેથી કૂદકા માર્યા હતા. તેમાં કેટલાકનો જીવ બચી ગયો તો કેટલાક મૃત્યુ પામ્યા હતા.

પૂરી ઘટનામાં 20 વિદ્યાર્થીઓનાં મોત નિપજ્યા હતા. સુરતના તક્ષશિલા આર્કેડમાં આગ લાગી તો ચોથા માળે ચાલી રહેલા ક્લાસિકના વિદ્યાર્થીઓને જાણ પણ નહોતી કે આગ લાગી છે. જ્યારે ચોથા માળે ધુમાડો પહોંચ્યો ત્યારે સ્ટુડન્ટમાં ભાગદોડ થઈ અને ત્યાં સુધીમાં તો બહાર જવાના બધા રસ્તા બંધ થઈ ગયા હતા. આગથી બચવા માટે કોઈ રસ્તો બચ્યો નહોતો. 15 વર્ષના રામ વાઘાણીએ જણાવ્યું કે, હું અલોહામા નામથી ચાલી રહેલા માઈન્ડ ફ્રેશ એટલે કે મેંટલી ડેવલપ ક્લાસિકમાં હતો. ત્યારે ધુમાડો ચારેબાજુ ફેલાઈ ગયો હતો. એ વખતે મારી પાસે ત્રીજા માળેથી કુદ્યા સિવાય કોઈ ઉપાય નહોતો.

હવે તો મરવાનું જ છે એમ વિચારીને નીચે કૂદી ગયો. પરંતુ નસીબજોગ હું બચી ગયો. એવામાં એક એક કરીને બધા બાળકો બાલકનીમાંથી કૂદવા લાગ્યા હતા. 13 વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ નીચે કૂદ્યા. તેમાંથી 3 મૃત્યુ પામ્યા હતા. આગ લાગતાં જ તરત ફાયર બ્રિગેડને ફોન કરવામાં આવ્યો. 50થી પણ વધુ ફોન કર્યા તો પણ ફાયરબ્રિગેડને ત્યાં પહોંચતા અડધો કલાક લાગી ગયો. ત્યાં સુધીમાં તો આગ 3 અને 4 માળે પહોંચી, રસ્તા પણ બંધ થઈ ગયા હતા.

ત્યાં સુધી કલાસ રૂમમાં આગ પહોંચી નહોતી તો એક વિદ્યાર્થીએ ફાયરબ્રિગેડને ફોન કર્યો, ઘણી મોડી ગાડીઓ આવી. અને શરૂઆતમાં તો ખાલી 6 ટેન્ક લઈને આવ્યા હતા જેમાં તેમના સાધનોને તૈયાર કરવામાં 20 મિનિટ લગાડી દીધી હતી, અને તેમ છતાં પણ આગ સુધી તેમના પાણીનો ફોર્સ પહોંચતો નતો, જેના કારણે આગ કાબૂમાં ન આવી.

તક્ષશિલા આર્કેડમાં ગેરકાયદેસર ફેશન ઈન્સ્ટિટ્યૂટ સાથે ફિટનેસ જિમ અને મહિલા નર્સિંગ હોમ પણ હતા. ત્યાંના લોકોએ જણાવ્યું કે શોપિંગમાં આવ-જા માટે એક જ રસ્તો હતો. ઘીરેઘીરે આગ આગળ વધી અને બહાર નીકળવાના રસ્તા સુધી આવી ગઈ અને લોકો તેમના જીવ બચાવવા માટે બહાર નીકળવા લાગ્યા. જ્યારે 3 અને 4 માળમાં અલગ-અલગ કોચિંગ સેન્ટરમાં હાજર 56 વિદ્યાર્થીઓને આ વાતની જાણ પણ નહોતી. શોપિંગ સેન્ટરમાં અંદર જવાના રસ્તા પર વીજળીનો થાંભલો હતો. જેનાથી વીજળી આખા સેન્ટરની દુકાનોમાં પહોંચતી હતી. અચાનક શોર્ટ સર્કિટની લીધે આગ લાગી પછી એક-એક કરીને 25 ટેન્કો ઘટના સ્થળે પહોંચી ગઈ, પરંતુ ટેન્કોમાં પાણી પણ પૂરતું નહોતું.

કહેવાય છે કે ફાયરબ્રિગેડ પાસે ચોથા માળેથી કૂદી રહેલા બાળકોને બચાવવા માટે પૂરતા સંસાધનો પણ તેમની પાસે નહોતા. તેમાં બીજા, ત્રીજા માળના કોચિંગ કલાસિકમાં 60 વિદ્યાર્થીઓ હાજર હતા જેમણે જીવ બચાવવા માટે ઉપર ગયા, પરંતુ ધુમાડાના કારણે ગુંગણામણ અને આગથી તે લોકો બચી ન શક્યા અને મૃત્યુ પામ્યા હતા. ફાયરબ્રિગેડે બે કલાક રેસ્ક્યુ કરીને 16 લાશ અને 26થી વધુ લોકોને હોસ્પિટલ મોકલ્યા હતા. આગ સીડી જોડે લાગી હતી જેથી બહાર નીકળી શક્યા નહીં. જેમાંથી 15થી વધારે મૃતકના નામ સામે આવ્યા છે….નજર કરીએ મૃતકોના નામની યાદી પર

મૃતકોના નામ
એશા ખંડેલા 17
જાનવી વસોયા 17
મિત સંઘાણી 17
હસ્તી સુરાણી 18
ઈશા કાકડિયા 15
અંશ ઠુમ્મર 18
જાન્વી વેકરિયા 17
વંશવી કાનાણી 18
કૃતિ દયાળા 18
દ્રષ્ટિ ખૂંટ 18
રૂમી બલર 17
રૂદ્ર ડોંડા 18
ખુશાલી કોઠડિયા 17
ક્રિષ્ના ભીકડીયા 21

છલાંગ લગાવતા મોત
ખુશાલી કોઠડીયા 17
ક્રિષ્ના ભીકડીયા 21
રૂદ્ર ડોંડા 18

સારવાર હેઠળ
ધ્રવી, આદેશ, રૂષિત, ઉર્મિ, રૂચા, હેતલ, કેયૂર, આઝાદ

સ્મીમેર હોસ્પિટલમાં સારવાર હેઠળ
સુનિલ ખોડીકાર
વિક્રમસિંહ ઉમરાવ સિંહ
સાગર સોલંકી
દીપક શાહ

સ્પાર્કલ હોસ્પિટલમાં સારવાર હેઠળ
વૃતિ
હર્ષ પરમાર
મયંક રંગાણી
ખુશાલી
જ્યોત્ષના
દર્શન
જતીન
કિરણ હોસ્પિટલમાં સારવાર હેઠળ
હેપ્પી
ધ્રૂવી
ત્રિશા

Read Also

Related posts

નિલકંઠવર્ણી વિવાદ મુદ્દે આજે મોરારિ બાપુએ આપી આ પ્રતિક્રિયા

Nilesh Jethva

ચંદ્રયાન-2નું ઓર્બિટર ચંદ્રની ડાર્ક સાઈડના ભાગની તસવીરો મોકલશે, ઓર્બિટરનું કાર્ય થયું શરૂ

GSTV Desk

મહારાષ્ટ્ર ચૂંટણી: સીટોની વહેંચણી મુદ્દે અવઢવ, શું ભાજપનો નિર્ણય શિવસેના માન્ય રાખશે?

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!