GSTV

સુરત : ‘સુરતમાં કોંગ્રેસ ખાતું ખોલાવવામાં પણ રહી નાકામ, આપના સ્વિકાર સાથે ત્રીજા પક્ષને ગુજરાતમાં મળી એન્ટ્રી

હાલની સ્થિતિમાં સુરતમાં ભાજપ 93 સીટો જ્યારે આમ આદમી પાર્ટી 27 બેઠકો મેળવશે. જ્યારે કોંગ્રેસે સુરતમાં ખાતું ખોલાવવામાં સફળતા મળી નથી. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં 120 બેઠકોમાંથી 86 બેઠકો પર ભાજપ વિજેતા થયું છે અન્ય મળીને કુલ 93 બેઠકો પર ભાજપનો દબદબો રહ્યો છે. 18 બેઠકો પર આપના ઉમેદવારો વિજેયા જાહેર કરી દીધા છે. કુલ મળીને 27 બેઠકો પર આપ આગળ ચાલી રહ્યું છે. સુરત મહાનગરપાલિકામાં 47.14 ટકા જેટલું મતદાન થયું હતું. સુરતમાં એસવીએનઆઈટી અને ગાંધી એન્જિનિયરિંગ કોલેજ મજૂરાગેટ એમ બે સ્થળોએ મતગણતરી યોજાઈ રહી છે. ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી શરૂ થઈ છે. બંને મતગણતરી કેન્દ્રમાં એસવીએનઆઈટીમાં 16 અને ગાંધી એન્જનિયરિંગમાં 14 વોર્ડની મતગણતરી ચાલુ છે.

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હોમ સ્ટેટ ગણાતાં સુરતમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં ગુજરાતમાં પ્રથમ વખત ચૂંટણીમાં ઝંપલાવનાર આપનું ખાતું ખૂલી ગયું છે. સુરત મહાનગરપાલિકાની 120 સીટોમાં હાલ મતગણતરી ચાલુ છે. જેમાંથી 46 સીટો પર ભાજપનો દબદબો જળવાયો છે તો કોંગ્રેસમાં 8 બેઠકોમાં વિજેતા થયા છે. આમ આદમી પાર્ટીએ પ્રથમ વખત ગુજરાતમાં ઝંપલાવતા 16 બેઠકો પર પોતાનું પ્રભુત્વ જાળવ્યું છે. આપે પ્રથમ વખત સુરતમાં ઉમેદવારો ઊભા રાખ્યા હતા. જેમાં 16 સીટો ઉપર વિજેતા થયા છે. હાલની સ્થિતિમાં આપ વિરોધ પક્ષમાં બેસી સત્તા પક્ષને હંફાવવા એન્ટ્રી કરી લીધી છે.

સુરતમાંથી ગુજરાતના રાજકારણમાં આપની એન્ટ્રી

ગુજરાત રાજકારણમાં એન્ટ્રી લેનાર આપે સુરતમાંથી પોતાના શ્રી ગણેશ કર્યા છે. સુરતમાં ભાજપ પછીથી બીજા નંબરે આમ આદમી પાર્ટી છે. જ્યારે કોંગ્રેસ ત્રીજા નંબરે છે. હાલની સ્થિતિ જોતા એવું કહી શકાય કે સુરત મહાનગરપાલિકામાં ભાજપ ભલે સત્તા પક્ષે બેસે પરંતુ વિરોધ પક્ષમાં આપના સભ્યોને સ્થાન ચોક્કસ મળશે. આમ આદમી પાર્ટીએ સુરતમાં ભાજપને ટક્કર આપતાં 16 બેઠકો પર વિજયી થઈ ચૂકી છે. હજુ પણ વધુ બેઠકો પર આપનું ખાતું ખુલી શકે છે.

વોર્ડ નંબર 4 અને 16માં સમગ્ર પેનલનો વિજય

ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટીની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. સુરતમાં વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 16માં આપની સમગ્ર પેનલની જીત થતાં આપની છાવણીમાં જબરદસ્ત ઉત્સાહ છવાયો છે. વોર્ડ નંબર 4માં આપના કુંદનબેન કોઠીયા સહિતના ઉમેદવારો વિજયી બન્યા છે. જ્યારે કે વોર્ડ નંબર 16માં વિપુલ મોવલિયા સહિતના ઉમેદવારોની જીત થઇ છે. ભાજપ પ્રમુખ સીઆર પાટીલનો સુરતમાં વર્ષોથી દબદબો રહ્યો છે. પરંતુ આ વખતે મહાનગરપાલિકાની ચૂંટણીમાં તમામ વોર્ડ જીતવાના દાવા સાથે ખેલેલા પેજ પ્રમુખ કાર્ડનો ફિયાસ્કો થયો છે. પેજપ્રમુખો મતદારોને મતદાન કેન્દ્ર સુધી લાવવામાં પણ નિષ્ફળ ગયા છે.

આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે કાંટેની ટક્કર

વોર્ડ નંબર 14,21 અને 23માં ભાજપની પેનલની જીત થઈ છે.વોર્ડ નંબર 4,13 અને16માં આમ આદમી પાર્ટીનો વિજય થયો છે.સુરતમાં આમ આદમી પાર્ટી અને ભાજપે 3-3 વોર્ડમાં જીત મેળવી છે જ્યારે સુરતમાં કોંગ્રેસના સુપડા સાફ થયાં છે. પુણા વિસ્તારમાં કોંગ્રેસના ચારેય કોર્પોરેટરો હતા પરંતુ આ વખતની ચૂંટણીમાં આ વિસ્તારમાં કોંગ્રેસ ક્યાંય સ્પર્ધામાં દેખાયું નથી. મતગણતરી પૂરી થતાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો જીતી ગયા છે.

સુરતની 8 સીટ પર આપનો કબજો

ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું ખાતુ ખુલી ગયું છે. સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 16ની ચારેય સીટો અને વોર્ડ નંબર 4ની તમામ સીટો પર આમ આદમી પાર્ટીએ જીત નોંધાવી છે.

ઉમરવાડા માતાવાડીમાં તમામ 12 રાઉન્ડની ગણતરીના અંતે ભાજપના તમામ ચાર ઉમેદવારો જીતી ગયા છે.

સુરતના વોર્ડ-16માં આપની જીત

સુરતના વોર્ડ 16માં આપને જીત મળી છે. આ ઉપરાંત ભાવનગરમાં ચાર સીટો પર આમ આદમી પાર્ટી અને જામનગરમાં પણ 4 સીટ પર આપ અને 2 પર બીએસપી આગળ ચાલી રહી છે.

સુરતમાં આપનો દબદબો, ભાજપને કડી ટક્કર

કુલ 484 ઉમેદવારો વચ્ચે ખેલાયેલા જંગમાં ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી ટક્કર ચાલી રહી છે. ભાજપ હાલ 40 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે જ્યારે કોંગ્રેસ 10 બેઠક પર અને પાટીદારોએ કોંગ્રેસના પંજાનો સાથ છોડીને આમ આદમી પાર્ટીનું ઝાડું પકડ્યું હોય તેમ 18 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે.

ભાજપ

સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે ટક્કર જોવા મળી રહી છે. કોંગ્રેસ ત્રીજા નંબરે સરકી ગઇ છે. વોર્ડ નંબર 1ની તમામ ચાર સીટો પર ભાજપ આગળ છે. જ્યારે વોર્ડ નંબરની તમામ ચારેય સીટો પર આપ આગળ છે. વોર્ડ નંબર 4ની ચારેય સીટો પર પણ ભાજપ આગળ છે. વોર્ડ નંબર 6ની ચારેય સીટો પર ભાજપ આગળ છે. વોર્ડ નંબર 8ની ત્રણ સીટો પર આપ અને એક સીટ પર ભાજપ આગળ છે. વોર્ડ નંબર 10 અને વોર્ડ નંબર 12ની તમામ ચાર-ચાર સીટો પર ભાજપ આગળ છે જ્યારે વોર્ડ નંબર 16ની ચાર સીટો પર આપ આગળ છે. આ ઉપરાંત વોર્ડ નંબર 21, વોર્ડ નંબર 23ની તમામ ચાર-ચાર સીટો પર બીજેપી આગળ છે. વોર્ડ નંબર 25ની ત્રણ સીટો પર કોંગ્રેસ આગળ અને એક પર બીજેપી આગળ છે. વોર્ડ નંબર 27ની તમામ ચારેય સીટો પર બીજેપી આગળ છે. વોર્ડ નંબર 28ની ત્રણ સીટો પર બીજેપી અને એક સીટ પર કોંગ્રેસ આગળ છે.

પાટીદારોના 4 વોર્ડમાં ‘આપ’ 12 સીટ પર આગળ

શરૂઆતના ટ્રેન્ડમાં ભાજપ 25 અને કોંગ્રેસ 5 બેઠક પર આગળ, પાટીદાર વિસ્તાર ગણાતા 4 વોર્ડમાં ‘આપ’ 16 સીટ પર આગળ ચાલી રહ્યું છે.

સુરતના વોર્ડ-2માં આપ જીતની નજીક

સુરતના 4 વોર્ડમાં આમ આદમી પાર્ટી આગળ ચાલી રહી છે. વોર્ડ 2માં પાર્ટી જીતની નજીક પહોંચી ગઇ છે. અત્યાર સુધીના ટ્રેન્ડમાં બીજેપી 141, કોંગ્રેસ 40, આમ આદમી પાર્ટી 16, AIMIM 4 સીટો પર આગળ ચાલી રહી છે.

4 વોર્ડમાં ‘આપ’ આગળ

શરૂઆતના ટ્રેન્ડમાં ભાજપ 7 અને કોંગ્રેસ 2 બેઠક પર આગળ, પાટીદાર વિસ્તાર ગણાતા 4 વોર્ડમાં ‘આપ’ આગળ ચાલી રહ્યું છે.

  • વોર્ડ નંબર 13 ભાજપ આગળ…
  • વોર્ડ નંબર 14 માં આપ પાર્ટી આગળ
  • વોર્ડ 6 કતારગામ ભાજપ આગળ
  • વોર્ડ નંબર 8 માં કોંગ્રેસ બે બેઠકો પર આગળ
  • વોર્ડ નંબર 4 માં આપ પાર્ટી આગળ ચારે ઉમેદવારો આગળ
  • વોર્ડ નંબર 1 માં ભાજપ આગળ
  • વોર્ડ નંબર 14 માં ભાજપ આગળ
  • વોર્ડ નંબર 13 માં ભાજપ આગળ
  • વોર્ડ નંબર 10 માં ભાજપ આગળવોર્ડ નંબર 13 ભાજપની પેનલ આગળ
  • વોર્ડ નંબર 4 માં બેલેટ પેપરમાં ભાજપ 19 મતોથી આગળ
ભાજપ

સુરત મહાનગર પાલિકાના ૩૦ વોર્ડની ૧૨૦ બેઠકોની સંપન્ન થયેલી ચૂંટણીમાં ૩૨.૮૮ લાખ મતદારોમાંથી ૧૫.૫૦ લાખ મતદારોએ મતદાન કરતા ૪૭.૧૪ ટકા મતદાન નોંધાયુ હતુ. ૩૧૮૫ મતદાન મથકો પર યોજાયેલી ચૂંટણીમાં દર એક મિનિટે ૨૩૪૯ મતદારોએ મતદાન કર્યું હતું. એટલે દર સેકન્ડે ૪૦નું મતદાન થયું હતું.મતગણતરી કેન્દ્ર પર અલગ પોલીસ કંટ્રોલરૂમ, સીસીટીવી કંટ્રોલરૂમ અને ઓબ્ઝર્વેશન રૂમ, મતગણતરી એજન્ટ પ્રતીક્ષા માટે અલગ ટેન્ટ, પાર્ટી એજન્ટ સીસીટીવી રૂમ, લોકરરૂમ, હેલ્પડેસ્ક,ફાયરબ્રિગેડ, એમ્બ્યુલન્સ વગેરે વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. કોરોનાની ગાઈડલાઈનને લઈ માસ્ક અને સેનેટાઈઝરની વ્યવસ્થા પણ કરાઈ છે. 

  • 30 વોર્ડમાંથી 16 વોર્ડની ગણતરી એસવીએનઆઈટી ખાતે થશે 14 વોર્ડની ગણતરી ગાંધી કોલેજમાં

30 વોર્ડના ભાજપ-કોંગ્રેસના ઉમેદવાર

વોર્ડભાજપકોંગ્રેસ
1 જહાંગીરપુરા-વરિયાવ-છાપરાભાઠા-કોસાડગીતા સોલંકીપારૂલ બારોટ
ભાવિશા પટેલપ્રમોદની શાહુ
અજિત પટેલયોગેશ પટેલ
રાજેન્દ્ર પટેલકાંતી બારૈયા
2 અમરોલી-મોટાવરાછા-કઠોરઈલા સોલંકીસુશીલા કોસંબીયા
અરુણા શિંગાળાદયા માંગરોળીયા
ભૂપેન્દ્ર રાઠોડમનિષકુમાર વસાવા
રાજુ ગોધાણીદેવરાજ ગોપાણી
3 વરાછા-સરથાણા-સીમાડા-લસકાણાદક્ષા ખેનીફોર્મ પાછું ખેંચ્યું
ભાવના દેવાણીપાયલ બોદરા
ધર્મેશ સરસિયાફોર્મ પાછું ખેંચ્યું
ભાવેશ ડોબરિયાફોર્મ ન ભરાયું
4 કાપોદ્રાહંસા ગજેરામનીષા મેંદપરા
નયના સંધાણીમનીષા કાછડીયા
સંજય હિંગુધીરજ વેકરીયા
બાબુ જીરાવાલાભાવેશ ભુંભલીયા (રબારી)
5 ફૂલપાડા-અશ્વિનીકુમારરશ્મિતા હીરાણીનિલમ વધાસીયા
જયશ્રી વોરાદક્ષા ભુવા
ચેતન દેસાઈપ્રફુલ તોગડીયા
ધર્મેશ કાકડિયાદિનેશ કાછડીયા
6 કતારગામજયશ્રી વરિયાલલીતા સોસા
અનિતા દેસાઈહેતલ ભાલાળા
દક્ષેશ માવાણીકલ્પેશ વારીયા
ઘનશ્યામ સવાણીરાધવજી ગાયકવાડી
7 કતારગામ-વેડજ્યોતિ પટેલમનીષા નભોયા
પૂજા મિસ્ત્રીકિરણ કોટડિયા
લલિત વેકરિયામહેશ કેવડિયા
નરેન્દ્ર પાંડવપ્રતિક કકલોતર
8 ડભોલી-સિંગણપોરમીના આંબલિયાદિપાલી વકારે
સુવર્ણા જાદવપિનલ પટેલ (દિયોરા)
જિતેન્દ્ર સોલંકીપાર્થ લાખાણી
ચીમન પટેલનરેશ સરવૈયા
9 રાંદેર-જહાંગીરાબાદ-પાલનપુરનેન્સી શાહહેતલ પરમાર
ગૌરી સાપરિયાપલ્લવી વેકરિયા
કુણાલ સેલરહનીફ શીંગવાલા
રાજન પટેલગીરીશ પટેલ
10 અડાજણ-પાલ-ઈચ્છાપોરદિવ્યા રાઠોડઉર્મિલા પટેલ
ઉર્વશી પટેલકામિની સુથાર
ધર્મેશ વાણિયાવાલાસુધીર શિંદે
નિલેશ પટેલવિજય પ્રતાપ
11 અડાજણ-ગોરાટહેમાલી બોધાવાલાફેની જરીવાલા
વૈશાલી શાહકલ્પના કાચલિયા
કેયૂર ચપટવાલારાજેશ રાણા
કેતન મહેતાઅશરફ પઠાણ
12 નાણાવંટ-સૈયદપુરા-કુબેરનગર-મહિધરપુરાહેમલતા રાવતકાકવિતા ગોહિલ
આરતી પટેલભક્તિ જરીવાલા
રાકેશ માળીમુસ્તાક કાનુંગા
કિશોર મયાણીભુપેન્દ્ર સોલંકી
13 વાડીફળિયા-નવાપુરા-બેગમપુરા-સલાબતપુરામનીષા મહાત્માછાયા ઠાકુર
રેશમા લાપસીવાલાજલ્પા ભરૂચી
સંજય દલાલકંચન જરીવાલા
નરેશ રાણાસફી જરીવાલા
14 ઉમરવાડા-માતાવાડીરાજશ્રી મેસૂરિયાપ્રિયંકા ઓડ
મધુ ખેનીહિના મોવલિયા
દિનેશ જોધાણીરાજુ ગલ
લક્ષ્મણ બેલડિયાઉમાશંકર મિશ્રા
15 કરંજ-મગોબમનીષા આહીરવસંત વાઘાણી
રૂપા પંડ્યાદયા મેર
રાજેશ જોળિયાનિલેશ લિંબાણી
ધર્મેન્દ્ર ભાલાળારમેશ ઝીંજાણા
16 પુણા (પશ્વિમ)કોમલ પટેલરમીલા રાઠોડ
મમતા સુરેજાઉર્મિલા વ્યાસ
ચંદુ મુગરાદિનેશ સાવલિયા
દલસુખ ટીંબડિયાસુરેશ સુહાગિયા
17 પુણા (પૂર્વ)શિતલ ભડિયાદરાવિલાસ પડસાણા
મંજુલા શિરોયાવિલાસ ગાજીપરા
ભરત વાડોદરિયાનિલેશ કુંભાણી
હરેશ જોગાણીધીરૂ લાઠીયા
18 લિંબાયત-પરવત-કુંભારિયાદર્શિની કોઠિયાજાગૃતિ રમાનંદી
અમિતા પટેલનઈમા અન્સારી
ગેમર દેસાઈમહેન્દ્ર રાજપુરોહિત
દિનેશ પુરોહિતરમેશ દેસાઈ
19 આંજણા-ડુંભાલલતા રાણાશિવાની શર્મા
રમીલા પટેલશિતલ રાણા
નાગર પટેલજયેશ દેસાઈ
વિજય ચૌમલઅસલમ સાયકલવાલા
20 ખટોદરા-મજૂરા-સગરામપુરાઉષા પટેલસુષ્મા પટેલ
ભારતી વાઘેલાગાજીયાબાનુ શાહુ
જયેશ જરીવાલાશૈલેષ રાયકા
દીપન દેસાઈઅશોક કોરડાવાલા
21 સોનીફળિયા-નાનપુરા-અઠવા-પીપલોદડિમ્પલ કાપડિયામોના શાહ
સુમન ગઢિયારેણુકા કહાર
અશોક રાંદેરિયાસુભાષ પટેલ
વ્રજેશ ઉનડકટગૌરાંગ પટેલ
22 ભટાર-વેસુ-ડુમસકૈલાસ સોલંકીહિના ડુમસીયા
રશ્મિ સાબુભુમિકા સોલંકી
દીપેશ પટેલમુકેશ પટેલ
હિમાંશુ રાઉલજીસુમિત બંસલ
23 બમરોલી-ઉધના (ઉતર)ગીતા રબારીકાંતા રબારી
ઉર્મિલા ત્રિપાઠીસપના લેન્કા
ડો.દિનાનાથ મહાજનનિલેશ રાજપુત
પરેશ પટેલઆત્મારામ ત્રિપાઠી
24 ઉધના (દક્ષિણ)હિના કનસાગરાપ્રતિભા દેવરે
રોહિણી પાટીલમીના મકવાને
ડો.બળવંત પટેલજયેશ પંચાલ
સોમનાથ મરાઠેઆશિષ રાય
25 લિંબાયત-ઉધનાયાર્ડકવિતા એનગુંદલ્લાપદમા ચીલ્લુમુલ્લા
ખુશ્બૂ પાટીલવિદ્યા પાટીલ
પ્રકાશ વાકોડીકરસુભાષ ઈનામદાર
વિક્રમ પાટીલઈમ્તાઝ શેખ
26 ગોડાદરા-ડિંડોલી (ઉતર)વર્ષા બલદાણિયાઅલ્કા પાટીલ
અલકા પાટીલસાવિત્રી ચૌહાણ
અમિત રાજપૂતસુખદેવ ગૌડ
નરેન્દ્ર પાટીલરામુ રાજપુત
27 ડિંડોલી (દક્ષિણ)શશી ત્રિપાઠીગીતા યાદવ
નિરાલાસિંહ રાજપૂતવિણા પટેલ
સુધાકર ચૌધરીયશવંત પાટીલ
ભાઈદાસ પાટીલક્રિષ્ણા દોડે
28 પાંડેસરા-ભેસ્તાનપૂર્ણિમા દાવલેરીટા પટેલ
દલપતકુંવર રાઠોડમનીષા વાળકે
શરદ પાટીલરૂષિન રાયકા
વિનોદ પટેલજલીલ મામુ
29 અલથાણ-બમરોલી-વડોદસુધા પાંડેસુજાતા સોનવણે
વૈશાલી પાટીલભારતી તિવારી
બંસુ યાદવસતીષ પટેલ
કનુ પટેલધનસુખ રાજપુત
30 કનસાડ-સચિન-ઉન-આભવાપીયૂષા પટેલશિતલ ભરવાડ
રીનાદેવી રાજપૂતરૂક્ષાનાબાનુ જુમ્મા
હસમુખ નાયકમનોજસિંહ પરમાર
ચિરાગ સોલંકીસુરજ પટેલ

મહાનગરપાલિકાની ચૂંટણી સંપન્ન થતા જ ૩૦ વોર્ડની ૧૨૦ બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં ઝંપલાવનારા ૪૮૪ ઉમેદવારોનું અકબંધ થયેલુ ભાવી આજે મંગળવારે મતગણતરી વખતે ખુલશે. તે પહેલા જે મતદાન થયુ હતુ. તેના આંકડા જોઇએ તો ૩૨.૮૮ લાખ મતદારોમાંથી ૧૫.૫૦ લાખ મતદારોએ મતદાન કરતા ૪૭.૧૪ ટકા નોંધાયુ હતુ. જે ૨૦૧૫ ની ચૂંટણી કરતા ૭.૨૧ ટકા વધુ મતદાન થયુ છે. આ મતદાનમાં પુરૃષ મતદારોમાંથી ૯.૦૦ લાખ અને સ્ત્રી મતદારોમાંથી ૬.૪૯ લાખ મતદાન થયુ હતુ.

Read Also

Related posts

રાહતની વેક્સિન/ આરોગ્યને લઈને બજેટમાં મોટી જાહેરાતો, અમદાવાદ અને સૌરાષ્ટ્રને મળી આ ભેટ

Karan

યુવાનો આનંદો/ ગુજરાતમાં 20 લાખ બેરોજગારોને મળશે નોકરી, બજેટમાં રૂપાણી સરકારે કરી આ મોટી જાહેરાત

Bansari

ગ્રીન ગુજરાત તરફ આગેકૂચ: બાગાયત ખાતાની યોજનાઓ માટે બજેટમાં ફાળવાયા રૂ.442 કરોડ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!