GSTV
Home » News » સુરત: આગની ઘટના મામલે તપાસનાં આદેશ,CM રૂપાણીએ સમગ્ર ઘટનાનો રિપોર્ટ માગ્યો

સુરત: આગની ઘટના મામલે તપાસનાં આદેશ,CM રૂપાણીએ સમગ્ર ઘટનાનો રિપોર્ટ માગ્યો

સુરતમાં ભયંકર આગની ઘટનામાં 19 જેટલા લોકોના મોતની ઘટના બન્યા બાદ રાજ્ય સરકાર એકશનમાં આવી છે. આ અંગે મુખ્ય પ્રધાન અને મુખ્ય સચિવે તુરંત આ સમગ્ર ઘટનાનો રિપોર્ટ માંગ્યો છે. જે અંગે રાજ્યના શહેરી વિકાસ અગ્ર સચિવને આ સમગ્ર ઘટનાની તાત્કાલિક ધોરણે સંપૂર્ણ તપાસ કરીને 3 દિવસમાં રિપોર્ટ કરવા સૂચના આપી છે. આ ઘટના બાદ સીએમ રૂપાણીએ આગની ઘટનાના કારણો, ફાયર બ્રિગેડની કામગીરી, આગ લાગેલી બિલ્ડીંગની જરૂરી પરવાનગી-મંજૂરીઓ તથા મહાનગરપાલિકા, ફાયર બ્રિગેડની બચાવ કામગીરીની તત્પરતા વગેરેની સંપુર્ણ તપાસ સ્થળ પર જઇને કરવા તથા ૩ દિવસમાં અહેવાલ આપવા પણ શહેરી વિકાસ અગ્ર સચિવને સૂચના આપી દેવાઇ છે.

આ મામલે સીએમ રૂપાણીએ મીડિયા સાથે વાત કરીને મૃતક વિદ્યાર્થીઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમજ સીએમે આગ દૂર્ઘટનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક કમનસીબ બાળકોના પરિવારને રૂ. ૪ લાખની સહાય પણ ચૂકવવાની જાહેરાત કરી છે.

READ ALSO

Related posts

આતંકી હુમલાની ગુપ્ત માહિતી પર જમ્મૂ કાશ્મીર અને પંજાબના સેના કેમ્પો પર ઓરેન્જ એલર્ટ

Kaushik Bavishi

Twitter થયું કડક, નેતાઓના વિવાદીત ટ્વિટને લાઈક અથવા શેર નહીં કરી શકે યૂઝર

Kaushik Bavishi

MTNL-BSNLનાં કર્મચારીઓ આનંદો, સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!