સુરતઃ જો આજે પણ ભૂપેન્દ્રસિંહ ન આવ્યા હોત તો વિદ્યાર્થીઓને હજુ યુનિફોર્મ મળ્યો ન હોત

સુરતમાં મહાનગરપાલિકા દ્વારા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં આઠ મહિના બાદ વિદ્યાર્થીઓને ગણવેશ મળ્યા. શિક્ષણ સમિતિના અંણધડ વહીવટ કારણે વિદ્યાર્થીઓ આઠ મહિના સુધી ગણવેશથી વંચિત રહ્યાં. આઠ-આઠ મહિના સુધી વિદ્યાર્થીઓને ગણવેશ ન ફાળવી શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની રાહ જોવાઈ રહી હતી. આઠ મહિને ભૂપેન્દ્રસિંહના હસ્તે ગણવેશ ફાળવવાનું મુહૂર્ત આવ્યું. શહેરના ઈન્ડોર સ્ટેડિયમમાં વિશેષ કાર્યક્રમ પણ યોજાયો. પણ શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ દેખાયા જ નહીં. શિક્ષણ પ્રધાન હાજર ન રહેતાં વાલીઓ અને વિદ્યાર્થીઓ કલાકો સુધી બેસી રહ્યાં. પ્રધાનની આશીર્વાદ લેવા યોજાયેલા આ કાર્યક્રમમાં શિક્ષણ સમિતિના અધ્યક્ષના અરમાનો પર પાણી ફરી વળ્યું.. અંતે ભૂપેન્દ્રસિંહની ગેરહાજરીમાં ગણવેશ ફાળવી દેવાયા.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter