GSTV

ભારતમાં પતિથી કંટાળી લંડન જઈ પ્રેમલગ્ન કર્યા પણ પંજાબી પતિએ એવું કર્યું કે યુવતી પોલીસ સ્ટેશન પહોંચી

હોસ્પિટલ

Last Updated on February 26, 2020 by Mayur

લંડનમાં પ્રેમલગ્ન કરનાર એક સંતાનની માતાને તેના ચારિત્ર અંગે શંકા વ્યક્ત કરી દહેજમાં સોનુ લઇ આવવા માટે શારિરીક-માનસિક ત્રાસ આપી ત્યજી દેનાર એનઆરઆઇ પંજાબી પતિ અને સાસુ-સસરા વિરૂધ્ધ અડાજણ પોલીસ મથકમાં પરિણીતાએ ફરિયાદ નોંધાવી છે. પાલનપુર કેનાલ રોડ સ્થિત માધવપાર્ક સોસાયટીમાં રહેતી હેમાલી અતુલકુમાર ટેલરના લગ્ન વર્ષ 2006માં સોનગઢના યુવાન સાથે થયા હતા. પરંતુ પતિ દારૂનો વ્યસની હોવાથી છુટાછેડા લઇ લીધા હતા અને હેમાલી અભ્યાસ માટે લંડન ગઇ હતી.

2014માં કર્યા લગ્ન

જે દરમ્યાન વર્ષ 2010માં તેનો પરિચય લંડનમાં વાઇન શોપ ધરાવતા અમનદીપસિંઘ ચાનન સિંઘ સાથે થયો હતો અને બંન્નેએ માર્ચ 2014માં લંડનના વેલેન્ટાઇન્સ સ્યુટ ક્વીન વિક્ટોરીયા હાઉસ ખાતે રજીસ્ટર્ડ લગ્ન કરી લીધા હતા. શરૃઆતમાં હેમાલીનું લગ્નજીવન સુખમય પસાર થયું હતું. પરંતુ વર્ષ 2015માં હેમાલીના ભાઇના લગ્ન હોવાથી તે ભારત આવી હતી અને લગ્નમાં પતિ અને તેના સસરા ચાનનસિંઘ અને સાસુ સુખવિંદર કૌર પણ આવ્યા હતા.

આપઘાતનો કર્યો હતો પ્રયાસ

ભાઇના લગ્ન બાદ હેમાલી લુધીયાણા ખાતે સાસરે રહેવા ગઇ હતી પરંતુ ત્યાં જતા વેંત પતિ અને સાસુ-સસરાએ તું એકદમ સાધારણ પરિવારની છે અને અમને તો પૈસા વાળી વહુ જોઇતી હતી એમ કહી શારિરીક-માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું. આ દરમ્યાન હેમાલી ગર્ભવતી થતા તેના ચરિત્ર અંગે શંકા વ્યક્ત કરી ગર્ભ નહિ રહે તેવી ગરમ વસ્તુ ખવડાવવાનો પ્રયાસ કર્યો હતો. પતિ અને સાસરિયાના ત્રાસથી કંટાળી જનાર હેમાલીએ ઉંઘની ગોળી ખાઇ આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો.

20 તોલા સોનું પણ પચાવી પાડ્યું

દરમ્યાનમાં વર્ષ 2016માં હેમાલી અને અમનદીપસિંઘ યુરોપ ગયા હતા જ્યાંથી અઠવાડિયા બાદ હેમાલી પરત ભારત આવી ગઇ હતી અને પુત્ર પ્રવલદીપને જન્મ આપ્યો હતો. પરંતુ ત્યાર બાદ પતિ અમનદીપે શરૂઆતમાં સંર્પક રાખ્યા બાદ હેમાલી સાથેના સંબંધો તોડી નાંખ્યા હતા અને 20 તોલા સોનું પણ પચાવી પાડયું હતું. ઉપરાંત સાસુ-સસરા દ્વારા ચારિત્ર અંગે શંકા વ્યક્ત કરવાની સાથે તારે જો અમારી સાથે રહેવું હોય તો દહેજ પેટે સોનું લઇ આવ એમ કહેતા છેવટે હેમાલીએ અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

READ ALSO

Related posts

રાજકારણ/ રેપ તો રેપ જ હોય છે એ પછી દિલ્હીમાં હોય, રાજસ્થાનમાં હોય કે છત્તીસગઢમાં : 9 વર્ષની માસૂમ સાથે અત્યાચાર

Damini Patel

ક્રિકેટ પ્રેમીઓ માટે આવી ખુશખબર: આ તારીખે આમને સામને ટકરાશે ભારત અને પાકિસ્તાન, અહીં રમાશે ટી 20 વર્લ્ડ કપ ટૂર્નામેંટ્સ

Pravin Makwana

કરોડોની સંપત્તિનો માલિક છે યો યો હની સિંહ, એક ગીત માટે લે છે તગડી રકમ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!