સુરતમાં બહેન પર અત્યાચાર ગુજારતા બનેવી સાથે સાળાએ એવું કર્યું કે…

સુરતના પાંડેસરા વિસ્તારમાં પત્નીના ચારિત્ર્ય પર શંકા કરવી પતિને ભારે પડી છે. જેમાં પતિ અને તેના સાળા વચ્ચે વચ્ચે ઝઘડો થતા સાળાએ પોતાના બનેવીને આંખના ભાગે મુક્કો મારતા આંખના ભાગે ઇજા થઇ હતી. ઇજાગ્રસ્ત પતિનું નામ દિનેશભાઇ સંકેતભાઇ છે. આ ઘટના પાંડેસરા વિસ્તારમાં આવેલી આર્વિભાવ સોસાયટીની છે. જોકે, અા કેસમાં પત્નીએ છરી વડે પતિની આંખો ફોડી નાખી હોવાની બાબત પણ બહાર અાવી છે. જોકે, અા કેસમાં પોલીસ તપાસમાં વિગતો બહાર અાવે તેવી સંભાવના છે. 

ગત મોડી રાત્રે ઇજાગ્રસ્ત યુવાન સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધા વગર નાસી ગયો હતો. ત્યારે પોલીસે યુવકને શોધીને ફરીવાર સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો છે. પત્નીએ આરોપ લગાવ્યો હતો કે પતિ તેના પર અત્યાચાર કરી રહ્યો હતો. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

  • પત્નીએ ચપ્પુ મારીને પતિની બંને આંખો ફોડી
  • પાંડેસરાની આર્વિભાવ સોસાયટીની ઘટના
  • પતિ પત્નીની ચારિત્ર્ય પર કરતો હતો શંકા
  • પત્નીનો પતિ પર આરોપ
  • અત્યાચાર ગુજારતો હતો પતિ

Read Also 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter