ભારે થી અતિભારે વરસાદની આગાહી વચ્ચે આજે દિવસના સુરત જિલ્લામાં કાળા ડિંબાગ વાદળો ઘેરાવાની સાથે સતત વરસાદ વરસતા ત્રણ તાલુકામાં બે ઇંચ સહિત બાકીના તાલુકા અને સુરત શહેરમાં છુટાછવાયો વરસાદ વરસ્યો હતો.
પલસાણામાં દોઢ, માંડવીમાં એક ઇંચ સહિત તાલુકાઓ અને સુરત સિટીમાં અડધો ઇંચ વરસાદ
ફલંડ કંટ્રોલના પ્રવકતાના જણાવ્યા મુજબ ઓગસ્ટ મહિનાની શરૃઆત સાથે જ વરસાદની જે ધમાકેદાર એન્ટ્રી થઇ છે.તેના પગલે સમ્રગ સુરત જિલ્લાના તાલુકાઓ,ગામડાઓ પાણીથી તરબોળ થઇ ગયા છે.તો નદીઓમાં પણ ધોડાપૂર આવ્યા છે.


દરમ્યાન હવામાન વિભાગે ફરી આગાહી કરતા આજે પણ સુરત શહેર અને જિલ્લામાં કાળા ડિંબાગ વાદળો સાથે સતત વરસાદ વરસ્યો હતો. જેમાં સૌૈથી વધુ બારડોલી, મહુવા, ચોર્યાસીમાં બે ઇંચ તેમજ પલસાણામાં દોઢ ઇંચ સહિત સર્વત્ર વરસાદ નોંધાયો છે. સુરત શહેરમાં પણ આજે આખો દિવસ વાદળીયા હવામાન સાથે વરસાદના ઝાપટા પડવાનું ચાલુ રહ્યુ હતુ.
Read Also
- મહાસત્તાના 46માં રાષ્ટ્રપતિ Joe Biden ની સેલરી સાંભળી સ્તબ્ધ થઇ જશો, જાણો કઇ-કઇ ફેસિલિટી છે ઉપલબ્ધ
- સુરત/ પલસાણા નજીક કાર અને રીક્ષા વચ્ચે અકસ્માતમાં ગર્ભવતી મહિલાનું થયું મોત
- અમદાવાદના વટવા સૈયદવાડી વિસ્તારમાં સામાન્ય બાબતમાં બે કોમ વચ્ચે થયો પથ્થરમારો
- થરાદની નર્મદા કેનાલમાંથી મળેલા યુવકના મૃતદેહને સ્વિકારવાનો પરિવારે કર્યો ઈન્કાર
- પેટલાદના વટાવ પાસે ગાડી અને બાઈક વચ્ચે ભયંકર અકસ્માત, બે વ્યક્તિના થયા મોત