સુરતના હજીરામાં પાંચ વર્ષની બાળકી પર આચરવામાં આવેલ દુષ્કર્મ બાદ હત્યાના કેસમાં કોર્ટે આરોપીને દોષિત જાહેર કર્યો છે. આરોપી સુજીત સાકેતને કોર્ટે દોષિત જાહેર કર્યો છે. ત્યારે આ કેસમાં આજ બપોર બાદ સજાનું એલાન પણ કરાશે. ઉલ્લેખનીય છે કે, 30 એપ્રિલ 2021નાં રોજ આરોપીએ બાળકી પર દુષ્કર્મ આચરી તેની હત્યા કરી નાખી હતી.

બાળકીને ચોકલેટ આપવાની લાલચે આરોપી પોતાની સાથે લઇ ગયો હતો
અત્રે ઉલ્લેખનીય છે કે, આજથી 7-8 મહીના પહેલાં શહેરનાં હજીરા વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની માત્ર પાંચ વર્ષની એક બાળકીને ચોકલેટ આપવાની લાલચે મધ્યપ્રદેશના વતની એવાં 27 વર્ષીય આરોપી સુજીત મુન્નીલાલ સાકેત બદકામ કરવાના ઈરાદે તેને પોતાની સાથે લઈ ગયો હતો. જ્યાં આરોપીએ ભોગ બનનાર બાળકી સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું હતું. બાદમાં તે બાળકીની હત્યા કરીને ત્યાંથી ફરાર થઇ ગયો હતો. જેથી ભોગ બનનાર બાળકીના વાલીએ હજીરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા આરોપી સુજીત સાકેતની પોલીસે પોક્સો એક્ટના ભંગ બદલ ધરપકડ કરી જેલભેગો કર્યો હતો.

પાંચ જ મુદ્દતમાં કેસ રજૂ કર્યો
અત્રે વધુમાં તમને જણાવી દઇએ કે, સગીર બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા કેસમાં સંડોવાયેલા આરોપી વિરૂદ્ધ પોક્સો એક્ટના ભંગનો કેસની સ્પીડી ટ્રાયલ હાથ ધરવામાં આવતાં સરકારપક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ માત્ર કેસ કાર્યવાહીની 5 જ મુદ્દતમાં કુલ 43 પૈકી 14 સાક્ષીઓને ડ્રોપ કરીને માત્ર 29 મહત્વના સાક્ષીઓની જુબાની લઈને ફરિયાદ પક્ષનો કેસ સફળતાપૂર્વક રજૂ કર્યો હતો. ત્યાર બાદ કોર્ટે આરોપીના ફર્ધર સ્ટેટમેન્ટ તથા સરકાર પક્ષની દલીલો પૂર્ણ થતાં કોર્ટે સંભવિત ચુકાદો મુલત્વી રાખ્યો હતો.

READ ALSO :
- UNSCની અધ્યક્ષતા કરશે રશિયા, યુક્રેને કહ્યું- આ એપ્રિલ ફૂલની સૌથી ખરાબ મજાક છે
- ગેરકાયદેસર રીતે અમેરિકા જવાની ઘેલછા ભારે પડી, બોટ મારફતે નદી પાર કરતાં કરતાં ઉછળા વહેણમાં ડૂબી ગયાને ચાર લોકોએ જીવ ખોયા
- આયર્નની ઉણપ હોય ત્યારે શરીર આ સંકેત આપે છે, તેને તરત ઓળખો, નહી તો ગંભીર તકલીફ થશે
- Beauty Tips/ ડાર્ક સર્કલ્સથી બગડી રહી છે ચહેરાની સુંદરતા?, આ બે વસ્તુઓથી કરો ઈલાજ
- અમદાવાદ! સિવિલમાં મુખ્યમંત્રીએ લીધી CPRની ટ્રેનિંગ , કોરોનાની ગંભીર મહામારી પછી યુવાનોમાં હાર્ટએટેકનું પ્રમાણ વધ્યું