GSTV
Gujarat Government Advertisement

સુરતમાં મેઘાની ધમાકેદાર એન્ટ્રી, કામરેજમાં 2.5, પલસાણમાં 2 ઈંચ વરસાદ વરસ્યો

Last Updated on June 15, 2020 by pratik shah

સુરત જિલ્લામાં ચોમાસાની આજથી વિધિવત શરૃઆત  થતા બપોરના ગાજવીજ સાથે ધમાકેદાર એન્ટ્રીથી 1 કલાકમાં કામરેજમાં 2.5 ઇંચ, પલસાણામાં 2 ઇંચ સહિત ચાર તાલુકામાં એન્ટ્રીથી ખેડૂતોમાં ખુશી તો કયાંક ટેન્શન પણ જોવા મળ્યું હતું.

તાલુકામાં 1થી 1.5 ઈંચ વરસાદ વરસ્યો

હવામાન વિભાગ દ્વારા રવિવારથી ચોમાસાની વિધિવત શરુઆત થવાની જાહેરાત થઇ હતી. સવારથી વરસાદ પડુપડુ થતો હતો, ઠંડો પવન ફુંકાતો હતો. બપોરે 2 વાગ્યાના અરસમાં એકાએક મુશળધાર વરસાદ શરુ થયો હતો. 1 કલાકમાં જ કામરેજમાં 2.5 ઇંચ, પલસાણામાં 2 ઇંચ, ચોર્યાસીમાં 1.5 ઇંચ, ઓલપાડમાં 1 ઇંચ સહિત બાકીના તાલુકામાં છુટોછવાયો વરસાદ વરસ્યો હતો. મેઘરાજાના આગામનના પગલે ખેડૂતોમાં ખુશી તો કયાંક ટેન્શન પણ જોવા મળ્યું હતું.

વાવણીની રાહ જોતા ખેડૂતો માટે ખુશીના સમાચાર

કેટલાક ખેડૂતો ખેતરો ચોખ્ખા કરીને નવા વાવેતરની રોપણી માટે વરસાદની રાહ જોઇ રહ્યા છે તેમના માટે વરસાદ ખુશીના સમાચાર હતા. જયારે હજુ પણ કેટલાક ખેડૂતોના ખેતરોમાં ડાંગરનો પાક ઉભો છે તો કેટલાકે ડાંગરની કાપણી કરીને ગુણો ભરીને તૈયાર રાખી હતી ત્યારે જ વરસાદ શરુ થતા ટેન્શન શરુ થયુ છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં વરસાદનું જોર રહેશે.

Gujarat Government Advertisement

Related posts

મોટા સમાચાર / રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, 6 લાખ વિદ્યાર્થીઓને થશે ફાયદો

Zainul Ansari

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari

રથયાત્રા પૂર્વની કાર્યવાહી / એસઓજીને મળી મોટી સફળતા, દેશી તમંચા, પિસ્તોલ, કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!