GSTV
Home » News » આ રહ્યો નરાધમઃ સુરતમાં 3 વર્ષની બાળકીની દુષ્કર્મ બાદ હત્યા કરનાર અહીંથી ઝડપાયો

આ રહ્યો નરાધમઃ સુરતમાં 3 વર્ષની બાળકીની દુષ્કર્મ બાદ હત્યા કરનાર અહીંથી ઝડપાયો

સુરતના લિંબાયત વિસ્તારમાં 3 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ ગુજારનાર આરોપી ઘટના બાદ ફરાર થઇ ગયો હતો. જે બાદ પોલીસે વિવિધ ટીમો બનાવીને આરોપી અનિલ યાદવને પકડવા માટે કવાયત હાથ ધરી હતી. આરોપી બિહારનો હતો જેથી પોલીસની એક ટીમ બિહાર પણ ગઇ હતી. ત્યારે સુરત ક્રાઇમબ્રાંચે આરોપીને બિહારના ધનસુરી ગામથી ઝડપી પાડ્યો છે.

મહત્વનું છે કે સુરતના લિંબાયત વિસ્તારમાં 3 વર્ષની માસૂમ બાળકીનું અપહરણ કરીને તેના પર હવસખોરે હવસ ગુજારી ત્યારબાદ માસૂમ બાળકીનું ગળું દાબીને તેને મોતને ઘાટ ઉતારી દેવાઇ હતી. બાળકીની લાશ પડોશમાં રહેતા યુવકની ઓરડીમાંથી જ મળી છે. અને હાલમાં યુવક ફરાર છે.જેને શોધવા પોલીસની ટીમ બિહાર જવા રવાના થઇ હતી.


સુરતના લિંબાયતના ગોડેદરા વિસ્તારમાંથી જ્યારે બાળકીની અંતિમયાત્રા નીકળી ત્યારે સૌ કોઇની આંખોમાં આંસુ હતા. દરેક હૃદયમાં ઝંઝાવાત હતો કે 3 વર્ષની માસૂમને પીંખીને મોતને ઘાટ ઉતારનારને ફાંસીના માંચડે લટકાવી દેવામાં આવે.

Related posts

અંબાજી મંદિરે જતા ભક્તો સાવધાન, તમારી સાથે થઈ શકે છે આવી છેતરપિંડી

Nilesh Jethva

કૌન બનેગા કરોડપતિમાં ચમકશે આ ગુજ્જુ બોય, પરિવારમા ખુશીનો માહોલ

Nilesh Jethva

નાગપંચમી : ગુજરાતમાં અહી આવેલું છે અનોખુ મંદિર, વર્ષમાં ફક્ત બેજ વાર ખોલવામાં આવે દ્વાર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!