ભારે થી અતિભારે વરસાદની આગાહી વચ્ચે આજે સુરત શહેર અને જિલ્લામાં હિલ સ્ટેશન જેવુ વાતાવરણ નોંધાવવાની સાથે સતત છુટોછવાયો વરસાદ વરસતા ખુશ્નુમાં હવામાનથી લોકો ખુશ થઇ ઉઠયા હતા.ફલંડ કંટ્રોલના પ્રવકતાના જણાવ્યા મુજબ હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી કરાઇ હતી.
આ તાલુકાઓમાં મેઘ મહેર

આ આગાહી ના પગલે આજે સુરત શહેર અને જિલ્લામાં સવારથી જ આકાશમાં ચારેકોર વાદળો ઘેરાવાની સાથે હમણાં મુશળધાર વરસાદ વરસશે તેવુ વાતાવરણ જોવા મળ્યુ હતુ. પરંતુ સુરત જિલ્લામાં સામાન્ય જ વરસાદ વરસ્યો હતો. આજે દિવસના બારડોલી તાલુકામાં અડધો ઇંચ તેમજ કામરેજ, મહુવા, માંગરોળ, પલસાણામાં પાંચ મિ.મિ જેટલો વરસાદ વરસ્યો હતો. જયારે બાકીના ચાર તાલુકામાં મેઘરાજાએ વિરામ લીધો હતો. સુરત શહેરમાં પણ આખો દિવસ વાદળીયા હવામાન સાથે વરસાદી ઝાપટાનો દૌર ચાલુ રહ્યો હતો.
Read Also
- તૈયાર થઇ જાઓ/ 1 ફેબ્રુઆરીથી આપની લાઇફ સાથે જોડાયેલ આ સુવિધાઓમાં આવશે મોટો બદલાવ
- ઉતાવળ ભારે પડશે/ બેંકનુ એકાઉન્ટ ટ્રાન્સફર કરાવતા પહેલાં આ 5 બાબતો વિચારી લેજો, નહીં તો પાછળથી થશે પસ્તાવો
- વડોદરાના જાંબુવા હાઈવે પર ગમખ્વાર અકસ્માત, ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત
- બજેટ 2021-22 : સરકાર ખેડૂતો માટે લઇ શકે આ નિર્ણય, કૃષિ દેવાનું લક્ષ્ય આટલા કરોડ સુધી પહોંચે તેવી શક્યતા
- અમદાવાદના મધ્યઝોનમાં સફાઈ અને ટ્રાફિકની સમસ્યા, સ્થાનિકો રોષે ભરાયા