GSTV
Surat Trending ગુજરાત

અમાનવીય કૃત્ય / સુરતમાં અજાણ્યા શખ્સો દ્વારા ગૌમાતા પર એસિડ એટેક, ગૌ પ્રેમી અને હિન્દુ સંગઠનોમાં રોષ

ગૌમાતા

સુરતની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરતના હજીરા ખાતે દામકા ગામમાં અજાણ્યા ઇસમો દ્વારા ગૌમાતા પર એસિડ એટેક કરવામાં આવ્યો છે. જેના પગલે ગૌ પ્રેમી અને હિન્દુ સંગઠનોમાં રોષ જોવા મળી રહ્યો છે. અજાણ્યા ઇસમો દ્વારા શહેરની શાંત વાતાવરણને ડોહળવાનો પ્રયાસ કરવાનો આરોપ છે. અજાણ્યા ઈસમો વિરુદ્ધ તાત્કાલિક કડક કાર્યવાહીની જિલ્લા કલેકટર સામે માંગ કરવામા આવી હતી. ઓમ નંદેશ્વર ગૌ શાળા દ્વારા ઇજાગ્રસ્ત ગૌ માતાને સારવાર અર્થે લાડવી ખાતે આવેલી ગૌ શાળામાં ખસેડવામાં આવી હતી.

ગૌમાતા

હજીરા વિસ્તારમાં ગાય ઉપર એસિડ જેવું પ્રવાહી છાંટવાનું કૃત્ય અવાર નવાર થઇ રહ્યું છે. આવું કૃત્ય કરનાર સામે ભારતીય ફોજદારી ધારાની કલમ અને પ્રાણી ક્રુરતા નિવારણ અધિનિયમ હેઠળ ગુન્હો દાખલ કરવા પોલીસ કમિશનરને રજૂઆત કરાઈ છે. આ મામલે પોલીસ કમિશનરને અરજી કરવામાં આવી હતી. જેમાં હજીરામાં ગાય ઉપર જલદ પ્રવાહી છાંટી ક્રુરતાપૂર્વક મારી નાંખવાના ઇરાદાવાળું કૃત્ય કરનાર સામે કાર્યવાહી કરવાની રજૂઆત કરવામાં આવી હતી.

Read Also

Related posts

લોકસેવા કરનારા પૂર્વ ધારાસભ્ય બીપીએલ કાર્ડ પર જીવન ગુજારે છે, વાંચો આ માજી ધારાસભ્યની ખુમારી વિશે

Hardik Hingu

ગાંધીનગરના કોબા ખાતે આવેલા વિશ્વ પ્રસિદ્ધ જિનાલયમાં અલૌકિક ખગોળીય ઘટના

GSTV Web Desk

કામની વાત / બચત ખાતાના કેટલા પ્રકાર છે?, જાણો તમારા માટે ક્યું ખાતુ રહેશે શ્રેષ્ઠ

Hardik Hingu
GSTV