GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

સુરતની જ્ઞાનગંગા સ્કૂલમાં આગ મામલે તપાસનો ધમધમાટ શરૂ, ત્રણ અધિકારીઓની ટીમ તૈયાર કરશે રિપોર્ટ

સુરતની જ્ઞાનગંગા હિન્દી વિદ્યાલયની બાજૂના કારખાનામાં આગ લાગવાના મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. સુરત જિલ્લા શિક્ષણાધિકારીની તપાસ કમિટીએ શાળાની સ્થળ તપાસ કરી છે. ત્રણ અધિકારીઓની ટીમ સ્થળ તપાસને આધારે રિપોર્ટ તૈયાર કરી જિલ્લા શિક્ષણાધિકારીને સુપ્રત કરશે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર વર્ષ 2002 માં શાળાને માન્યતા આપવામાં આવી હતી. જે સમયે ગામતલની જમીન હતી. જો કે હવે ફાયર સેફટી, શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે પ્લે – ગ્રાઉન્ડ સહિતના પ્રિકોશન પાળવામાં આવ્યા છે કે કેમ તે અંગેનો રિપોર્ટ સોંપવામાં આવશે.

ત્યારબાદ શાળાની માન્યતા રદ કરવી કે નહીં તે અંગેનો નિર્ણય જિલ્લા શિક્ષણાધિકારી કરશે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે ભટાર વિસ્તારમાં કારખાનામાં આગ લાગતા બાજુમાં આવેલી શાળામાં અભ્યાસ કરતા બાળકો ભયના માર્યા તાત્કાલિક બહાર નીકળી આવ્યા હતા. જેથી મોટી દુર્ઘટના ટળી હતી.

Read Also

Related posts

એક મધપુડાના કારણે 12 જેટલા દુકાનદારો થયા પરસેવે રેબઝેબ, યુ.જી.વી.સી.એલના અધિકારીઓએ હાથ અધર કરી દીધા

Nilesh Jethva

તડકામાં આંખો ઝીણી કરીને મોબાઇલમાં નેટવર્ક શોધતા બાળકોને ભણવું તો છે પણ મોબાઇલમાં નેટવર્ક જ નથી

Nilesh Jethva

કોરોનાના કપરા કાળમાં કળયુગી પૂત્રોએ માનવતા નેવે મુકી, અમદાવાદના વૃદ્ધાશ્રમમાં લાંબુ વેઇટિંગ લિસ્ટ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!