GSTV

સુરત/ ગુડ્સ ટ્રેન પ્રોજેક્ટને લઈને ખેડૂતોની જમીન સંપાદનનો મામલો, મોટી સંખ્યામાં ખેડૂતો થયા એકઠા

સુરત જિલ્લાના કોસમાડ ગામે રેલવેના જમીન સંપાદન મામલે ફરીથી વિરોધના સૂર ઉઠ્યા છે. ખેડૂતોના ધરણા અને રામધૂન બાદ પોલીસે ખેડૂતોને સમજાવવાના પ્રયાસ કર્યા.. પોલીસ અધિકારીએ જણાવ્યુ હતુ કે, જિલ્લા કલેક્ટર જમીન સંપાદનની કામગીરી અટકાવવાની મંજૂરી આપશે અમે અહીથી ચાલ્યા જઈશું.. પોલીસના આ પ્રકારના નિવેદથી ખેડૂત આગેવાન કલેક્ટરને મળવા માટે રવાના થયા. સમ્રગ્ર વિવાદ ત્યારે સામે આવ્યો જ્યારે તંત્રએ ખેડૂતોના ઉભા પાક પર બુલડોઝર ફેરવી દીધુ.

જેથી ખેડૂતોએ ધરણા શરૂ કર્યા.. ખેડૂતોનો આક્ષેપ છે કે, રેલવે વિભાગ દ્વારા પાકનું પંચનામુ ન કરવામાં આવ્યું.. અને પંચનામાની કોપી ખેડૂતોને આપવાની માગ કરવામાં આવી છે. ખેડૂતોનું કહેવું છે કે, રેલવે વિભાગ દ્વારા સુપ્રીમ કોર્ટના ચુકાદાનું ઉલ્લંઘન કરવામાં આવ્યુ છે.  રેલવે  અને નેતાઓના ઈશારે સ્થાનિક અધિકારીઓ જોહુકમી ચલાવી રહ્યા છે. ત્યારે મોટી સખ્યામાં ખેડૂતોએ ભેગા થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે.

READ ALSO

Related posts

અમદાવાદમા દર વર્ષે યોજાતા ફ્લાવર શોના આયોજન અંગે પ્રશ્નાર્થ, કોરોનાકાળમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું મુશ્કેલ

Nilesh Jethva

છેલ્લા 12 વર્ષથી અમદાવાદમાં યોજાતો કાંકરિયા કાર્નિવલ કોરોનાને કારણે કરાયો રદ

Nilesh Jethva

અમદાવાદમાં તંત્રની કોરોના સામેની કામગીરીથી ભાજપના જ કોર્પોરેટરો નારાજ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!