GSTV
Home » News » સુરતની સ્કૂલમાં ભીષણ આગ… 150 બાળકોના જીવ જોખમમાં, તક્ષશિલા અગ્નિકાંડથી તંત્રએ ન લીધી કોઈ શીખ

સુરતની સ્કૂલમાં ભીષણ આગ… 150 બાળકોના જીવ જોખમમાં, તક્ષશિલા અગ્નિકાંડથી તંત્રએ ન લીધી કોઈ શીખ

સુરતના તક્ષશિલા અગ્નિકાંડ બાદ પણ હજુ તંત્રની ઉંઘ ઉડી ન હોય તેવી ઘટના બની છે. એક શાળાની નીચે રહેલા પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગી છે અને ફાયર વિભાગે 150થી વધુ બાળકોને બચાવી લેવામાં આવ્યા છે. શહેરના ભટાર રોડ પર બેનર અને પ્લાસ્ટિકની થેલી બનાવવાના કારખાનાના ઉપરના માળે શાળા આવેલી હતી.અને પ્લાસ્ટિકના કારખાનામાં આગ લાગતા શાળામાં રહેલા બાળકોના જીવ જોખમમાં મુકાયા હતા. જોકે ફાયર ફાઈટરની ટીમ દોડી આવી હતી.અને આગ પર કાબુ મેળવ્યો હતો.શાળામાં રહેલા બાળકોને સુરક્ષીત સ્થળે ખસેડયા છે.

સુરતમાં આવેલી જ્ઞાનગંગા સ્કૂલમાં ભિષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ સ્કૂલની નીચે પ્લાસ્ટિકનું કારખાનું હતું જેના કારણે આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં સ્કૂલમાં ફસાયેલા 150થી વધુ બાળકોને રેસ્ક્યું કરવામાં આવ્યા છે. કારખાનામાં જ્યારે આગની ઘટના બની ત્યારે સ્કૂલ ચાલી હતી. અને 150 બાળકો અભ્યાસ કરી રહ્યા હતા.

સુરતના ભટાર રોડ પર આવેલી જ્ઞાનગંગા સ્કૂલની નીચે એક પ્લાસ્ટિકના કારખાનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને અંદર ભણતા બાળકોને રેસ્ક્યું કર્યા હતા.

મહત્વનું છે કે, સ્કૂલની નીચે પ્લાસ્ટિક બનાવવાનું કારખાનું હોવાના કારણે આગે જલ્દી જ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું. જોકે બાળકોને હેમખેમ બચાવી લેવામાં આવ્યા છે. ત્યાર બાદ ફાયર વિભાગે સ્કૂલને સીલ મારી દીધું છે.   

મહત્વનું છે કે એક મહિના પહેલા સુરત શહેરમાં તક્ષશીલા કોમ્પલેક્ષમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. જેમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. સુરત કોર્પોરેશનની ગંભીર બેદરકારી સામે આવી હતી. તે આગમાં નિર્દોષ 23 બાળકોએ જીવ ગુમાવ્યો હતો.

મહત્વનું છે કે હજુ આ રૂવાડા ઉભા કરી દે તેવી ઘટનાને મહિનો પણ નથી થયો અને સુરતમાં ફરી એક વખત આવી આગ લાગવાની ઘટના સામે આવી છે.  

Read Also

Related posts

BRICS કોન્ફરન્સ પહેલા PM મોદીએ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન સાથે કરી મુલાકાત

pratik shah

‘તારે આગળ વધવું હોય તો હું કહું તેમ કરવું પડશે’, માર્શલ આર્ટ શીખવતા શખ્સે યુવતી સાથે એવું કર્યું કે…

Arohi

જીવલેણ સ્તર પર પ્રદુષણ, 2 દિવસ સુધી દિલ્હી-એનસીઆરનાં તમામ સ્કૂલ રહેશે બંધ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!