GSTV
Home » News » સુરત અગ્નિકાંડ : ન્યાયની માગ સાથે ઉપવાસ પર બેઠેલા દિપક પટેલની ધરપકડ, લોકોમાં ભારે રોષ

સુરત અગ્નિકાંડ : ન્યાયની માગ સાથે ઉપવાસ પર બેઠેલા દિપક પટેલની ધરપકડ, લોકોમાં ભારે રોષ

સુરતમાં તક્ષશિલા આર્કેડમાં અગ્નિકાંડની ઘટનાને એક મહિનો થયો છે. ન્યાયની માગ સાથે શ્રદ્ધાંજલી કાર્યક્રમ પાસે ઉપવાસ પર બેઠેલા દિપક પટેલની પોલીસે અટકાયત કરી છે. લોકોના હોબાળા વચ્ચે પોલીસે ટીંગાટોળી કરી દિપક પટેલની અટકાયત કરી હતી. મૃતકોના પરિવારોએ પોલીસની કાર્યવાહી સામે રોષે ભરાઈને સૂત્રોચ્ચાર કર્યા હતા.

તંત્રને બે દિવસનું અલ્ટીમેટમ

સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડ મામલે મૃતક બાળકોના પરિવારજનોએ ન્યાયની માંગણી સાથે તંત્રને બે દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. મૃતક બાળકોના પરિવારજનોએ જો દુર્ઘટના માટે જવાબદાર ઉચ્ચ હોદ્દા પર રહેલા અધિકારીઓની ધરપકડ નહીં કરવામાં આવે. તો ઉપવાસ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે. મૃતક બાળકોના પરિવારે તક્ષશિલા આર્કેડ ખાતે બાળકોને ભારે હૈયે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

શ્રદ્ધાંજલિ આપતી વખતે ફરી એક વખત કરૂણ દ્રશ્યો સર્જાયા હતા. તંત્રની હાલની કાર્યવાહી સામે મૃતકોના પરિવારજનોએ અસંતોષ વ્યક્ત કર્યો હતો. બીજી તરફ અગ્નિકાંડ મુદ્દે કુલ 7 માંગણીઓને લઇને દિપક પટેલ નામના વ્યક્તિ સરથાણા વિસ્તારમાં ઉપવાસ પર ઉતર્યા હતા, પરંતુ પોલીસ દ્વારા તેમની અટકાયતનો પ્રયાસ કરવામાં આવતા મૃતક વિદ્યાર્થીઓના પરિવારજનો અને સ્થાનિકોએ અટકાયતનો વિરોધ કર્યો હતો.

સુરત સહિત દેશભરને હચમચાવી દેનારી તક્ષશિલા અગ્નિકાંડની ઘટનાને આજે એક માસ પૂર્ણ થયો છે. ત્યારે એક મહિના બાદ પણ પોતાના વહાલસોયા સંતાનોને ગુમાવનારા માતા-પિતા આઘાતમાંથી બહાર આવ્યા નથી. એક માસ બાદ તક્ષશિલા આર્કેડમાં કેટલીક દુકાનો પણ શરૂ થઈ ગઈ છે. પરંતુ માસૂમ બાળકોની ચિચિયારીઓ આજે પણ લોકો ભૂલી શક્યા નથી. ત્યારે સવાલ એ છે કે માસૂમ બાળકોને ક્યારે મળસે ન્યાય.

READ ALSO

Related posts

કેશોદ : સાબલી નદીમાં ડૂબતા 3 કિશોરના મોત, ત્રણ કલાક ચાલ્યું રેસ્ક્યુ

Nilesh Jethva

આણંદના ઉંદેલ ગામે જૂથ અથડામણમાં બેના મોત, ગામમાં ભારેલા અગ્ની જેવી સ્થિતિ

Nilesh Jethva

મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી નિમિત્તે બાઈક રેલીનું આયોજન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!