GSTV
Home » News » સુરત અગ્નિકાંડ મામલે કોર્ટ ત્રણ અધિકારીઓના રિમાન્ડ કર્યા મંજૂર

સુરત અગ્નિકાંડ મામલે કોર્ટ ત્રણ અધિકારીઓના રિમાન્ડ કર્યા મંજૂર

સુરતના તક્ષશિલા આર્કેડમાં અગ્નિકાંડ મામલે ધરપકડ કરાયેલા વધુ એક બિલ્ડર અને ત્રણ અધિકારીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. ક્રાઈમ બ્રાન્ચે કોર્ટ સમક્ષ તમામ આરોપીઓના 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. આ સમયે સરકારી પક્ષ દ્વારા ગેરકાયદેસર બાંધકામને મંજૂરી આપવા બાબતે દસ્તાવેજ ચકાસણીની સહિતની દલીલો કરવામાં આવી હતી અને બાદમાં કોર્ટે ચારેય શખ્સના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

કોર્ટમાં  સરકારી વકીલ તરફથી ધારદાર દલીલો કરવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું કે, ગેર કાયદેસર નિર્માણ હોવા છતા ઈંપેક્ટ ફી મંજુર કરાઈ, તો એની પાછળ કોઈ આર્થિક લાભ મેળવ્યો છે કે કેમ તેની તપાસ જરૂરી છે. ગેરકાયદેસર નિર્માણ હોવા છતાં ઇમપેક્ટ ફી કેવી રીતે મંજુર કરાઈ, કોઈ બીજા અધિકારીઓ ની સંડોવણી છે કે કેમ તેવી પણ દલીલ રજૂ કરાઈ હતી.

આ ઉપરાંત   રેકોર્ડ અને ફાઇલ તેમજ વેરા બિલ ની ચકાસણી કઈ રીતે કરવામાં આવી અને પ્લાન મંજુર કેવી રીતે કરાયો. તેવો પણ સવાલ સરકારી દલીલે કર્યો હતો.

Read Also

Related posts

1.80 કરોડના ખર્ચે બનાવ્યું એસ.ટી. બસ સ્ટેન્ડ, આજે તેની હાલત જોઈ આવશે દયા

Arohi

જૂનાગઢમાં મનપા ચૂંટણી માટે ભાજપે સંકલ્પપત્ર જાહેર કર્યો, ચાલુ વર્ષે જૂનાગઢમાં રોપવે પ્રોજેક્ટ થશે પૂર્ણ

Mansi Patel

કચ્છમાં ત્રિપલ અકસ્માતમાં 11 લોકોને કાળ ભરખી ગયો, 9 ઈજાગ્રસ્ત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!