GSTV
Surat Trending ગુજરાત

જો તમારા ખિસ્સામાં વધારાના પૈસા હોય તો જ જાહેરમાં થૂંકજો, આ શહેરમાં ચાર દિવસમાં 4 લાખનો દંડ વસુલાયો

પૈસા

સુરત રેલ્વે સ્ટેશન પર જાહેરમાં થૂંકતા લોકો પાસેથી પાલિકા દ્વારા પાંચસો રૂપિયા દંડ વસૂલવામાં આવી રહ્યો છે. કોરોનાના કહેરના કારણે મહાનગરપાલિકા દ્વારા આ કડક પગલા લેવામાં આવી રહ્યા છે અને છેલ્લા ચાર દિવસ દરમ્યાન પાલિકાએ કુલ 4 લાખથી વધુના દંડની વસુલાત કરી છે. ઉલ્લેખનિય છે કે, પાલિકા દ્વારા લોકો સ્વચ્છતા જાળવે તેવી અપીલ કરવામાં આવી રહી છે. જેથી કરીને કોરોના વાયરસથી બને તેટલું સર્તક રહી શકાય.

લોકો સ્વચ્છતા જાળવે તેવી અપીલ

વિશ્વવ્યાપી કોરોના વાયરસના પગલે સુરત જિલ્લા વહીવટી તંત્ર સજાગ બન્યું છે. કોરોના વાયરસના હાહાકાર વચ્ચે સુરત મહાનગરપાલિકા દ્વારા સાવચેતી અને તકેદારી ના પગલાં ભરવામાં આવી રહ્યા છે.લોકો માં જાગૃતતા આવે પ્રયાસ પાલિકા દ્વારા કરવામાં આવી રહ્યા છે. લોકો સ્વચ્છતા જાળવે તેવી અપીલ પણ કરવામાં આવી રહી છે. જો કે જાહેરમાં થુંકતા લોકો સામે પાલિકાએ કાર્યવાહી કડક હાથે શરૂ કરી છે.

ચાર દિવસમાં 4 લાખથી વધુના દંડની વસુલાત

સુરત મહાનગરપાલિકાની ટિમ એજ રોજ સુરત રેલવે સ્ટેશન પર રાઉન્ડ ધ ક્લોક ફરજ પર હાજર હતી.જે દરમ્યાન જાહેરમાં થૂંકતા વ્યક્તિ પાસેથી પાલિકાએ રૂપિયા પાંચસો ના દંડની વસુલાત કરી હતી. કોરોના વાયરસ ના હાહાકાર બાદ સતર્ક બનેલી પાલિકાએ શહેરના અલગ અલગ વિસ્તારોમાં રાઉન્ડ ધ ક્લોક ફરી જાહેરમાં થૂંકતા લોકો પાસેથી છેલ્લા ચાર દિવસમાં 4 લાખથી વધુના દંડની વસુલાત કરી છે.

READ ALSO

Related posts

જાણો, આ સ્થળે પરણીત મહિલાઓ જ બની શકે છે વેપારી, 200 વર્ષથી ધમધમે છે એશિયાનું સૌથી મોટું વુમન માર્કેટ

GSTV Web Desk

ભાગવતના હિન્દુ અંગેના નિવેદનની પ્રસંશા, ભારતમાં કોઈએ પણ હિન્દુ બનવા માટે ધર્મપરિવર્તન કરવાની જરૂર નથી

Hemal Vegda

કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી : રાજસ્થાનમાં ગૂંચવણ વચ્ચે કોંગ્રેસને રાહત, શશિ થરૂરે ઉમેદવારીમાં રસ દાખવ્યો, કહી આ વાત

Hemal Vegda
GSTV