GSTV
Home » News » રૂપાણી સરકારે પાણી આપવાની ના પાડી ખેડૂતોએ બતાવી દીધું પાણી, તંત્ર રેલી જોઈ દોડ્યું

રૂપાણી સરકારે પાણી આપવાની ના પાડી ખેડૂતોએ બતાવી દીધું પાણી, તંત્ર રેલી જોઈ દોડ્યું

ઉકાઇ ડેમમાંથી આ વર્ષે ઉનાળુ પાક માટે પાણી નહીં આપવાના સરકારના નિર્ણયની સામે લડત ચલાવતા ખેડૂતોએ વિશાળ રેલી કાઢીને સિચાઇ અધિક્ષકને આવેદનપત્ર આપીને આવેદનપત્ર આપીને કચેરી પર જ જ્યાં સુધી ચાલીસ દિવસની રોટેશન ના આપે ત્યાં સુધી બેસી ગયા હતા. આજે સવારે 12 વાગ્યે જાંગીપુરા જીન ખેડૂત સમાજની ટેકટર બાઈક અને ફોરવીલ લઈને ખેડૂતોની વિશાળ રેલી નીકળી હતી.

રસ્તા પર જ બેસી જઈ ને વિરોધ પ્રદર્શન કર્યા

આ રેલી કેબલ સ્ટેજ બ્રિજ થઇને અઠવાલાઇન્સ સિચાઇ અધિક્ષકની ઓફિસે પહોંચી હતી ખેડૂતોને કચેરી ની અંદરના જતા રસ્તા પર જ બેસી જઈ ને વિરોધ પ્રદર્શન કર્યા હતા. ત્યારબાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કચેરીમાં જવા દેવાયા હતા. ખેડૂતોએ ખેડૂતોએ એક જ માંગ કરી હતી કે અમે અગાઉ 110 દિવસનો રોટેશનની માંગણી કરી હતી અને ઉનાળુ ડાંગરની માટે માંગ કરી હતી આ બંને માટે શું નિર્ણયો લેવાયા છે તમે સરકારમાં રજૂઆત કરી છે કે નથી.

સરકારમાંથી નિર્ણય આવે ત્યાં સુધી કચેરીમાં જ બેસવાનો નિર્ણય કર્યો

આ બાબતે સિચાઇ અધિક્ષક મહાકાલ એ કહ્યું હતું કે ચાર મહિના પહેલાં જે સિંચાઈ સલાહકારની બેઠક મળી હતી તેમાં જે નિર્ણય લીધો હતો તે તે નિર્ણયનો મારે મારે અમલ કરવાનો રહેશે ખેડૂતોએ એક જ માંગ કરી હતી કે અમારી રજૂઆત જ્યાં સુધી નિર્ણય આવે ત્યાં સુધી અમે અહીંયાથી જવાના નથી અને મોટી સંખ્યામાં ખેડૂતો કચેરીમાં જ બેસી ગયા હતા. ખેડૂતોની આ માંગને લઈને તંત્રમાં દોડધામ શરૂ થઈ ગઈ છે અને ખેડૂતો જ્યાં સુધી સરકારમાંથી નિર્ણય આવે ત્યાં સુધી કચેરીમાં જ બેસવાનો નિર્ણય કર્યો છે. આજની રેલીમાં ખેડૂત સમાજના આગેવાન જયેશ પટેલ જિલ્લા પંચાયતના ભાજપના સભ્ય ધનસુખ પટેલ તેમજ દર્શન દેસાઇ સહિત મોટી સંખ્યામાં ખેડૂત આગેવાનો અને કાર્યકરો આ વિશાળ રેલીમાં જોડાયા હતા.

Related posts

બર્બરતાની ચરમસીમા : અહીં વાંદરાઓ પર ટેસ્ટ થાય છે તમામ દવાઓ, તસવીરો જોઈ હૈયુ કંપી ઉઠશે

Mansi Patel

દિલ્હી વિધાનસભાની ચૂંટણી જીતવા કેજરીવાલે આપ્યું આ ગેરંટી કાર્ડ, 10 વચનોનું કરશે પાલન

Mayur

1 ફેબ્રુઆરીથી લાખો ફોન્સ પર કામ નહી કરે Whatsapp, ફટાફટ લિસ્ટ ચેક કરી લો ક્યાંક તમારો ફોન તો…

Bansari
Do NOT follow this link or you will be banned from the site!