સુરતમાં નકલી ચલણી નોટો સાથે પોલીસે બે શખ્સની ધરપકડ કરી છે. પોલીસે બંને પાસેથી રૂપિયા 3.93 લાખની નકલી નોટો જપ્ત કરી છે.
જ્યારે નકલી નોટોનો મુખ્ય સુત્રધાર ફરાર છે જેની શોધખોળ ચાલી રહી છે. બે આરોપીઓમાંથી એક ગુજરાતનો છે. નકલી નોટો વટાવવા બે શખ્સ પટનાથી સુરત આવ્યા હતા. જેમાંથી એક પોલીસના હાથે ઝડપાઈ ગયો. જ્યારે માસ્ટર માઈન્ડ ફરાર થઈ ગયો. આ કૌભાંડમાં અન્ય કોણ કોણ સંડોવાયેલા છે તે અંગે વધુ પુછપરછ પોલીસે તજવીજ હાથ ધરી છે. સુરતમાં અગાઉ પણ નકલી નોટોનો કારોબાર ઝડપાયો હતો.