GSTV
Gujarat Government Advertisement

મમ્મીના વીડિયોકોલમાં કોઈ ચેઇન ખોલી દેખાડતું હતું ગુપ્તાંગ, દીકરીને જ નહીં અનેક મહિલાઓને થયા વીડિયોકોલ

Last Updated on March 16, 2020 by Mayur

ભાઠેના વિસ્તારની બ્યુટીશ્યનનું ફેસબુક પર ફેક એકાઉન્ટ બનાવી તેમની ફ્રેન્ડને મેસેજ અને વિડીયો કોલ કરી ગુપ્તાંગ બતાવી વિકૃત હરક્તો કરનાર પલસાણાના બગુમરામાં રહેતા પરપ્રાંતિય મનોવિકૃતને સાયબર ક્રાઇમ સેલે ઝડપી પાડી પુછપરછ હાથ ધરી છે.

તે ફેસબુકમાં નવું એકાઊન્ટ બનાવ્યું છે ?

ઉધના-ભાઠેના વિસ્તારમાં રહેતી 45 વર્ષીય બ્યુટીશ્યન ડિસેમ્બર મહિનામાં પતિ સાથે વૈષ્ણવોદેવીના પ્રવાસે ગઇ હતી. ત્યારે બ્યુટીશ્યનની ફ્રેન્ડસે ફોન કરી પુછ્યું હતું કે, તે ફેસબુકમાં નવું એકાઉન્ટ બનાવ્યું છે? અમને તેમાંથી મેસેજ આવે છે. પોતે નવું એકાઉન્ટ બનાવ્યું નહીં હોવાથી બ્યુટીશ્યન અચંબામાં પડી ગઇ હતી અને પોતાની ફ્રેન્ડ્સે નવું એકાઉન્ટ બનાવ્યાની ના પાડી હતી.

વીડિયો કોલ કરી ગુપ્તાંગ બતાવ્યું

દરમિયાનમાં બ્યુટીશ્યન તા.1 જાન્યુઆરીએ પરત સુરત આવી હતી ત્યારે તેની પુત્રી અને ફ્રેન્ડ્સે તેમના નામના ફેસબુક એકાઉન્ટના મેસેન્જરમાંથી વિડીયો કોલ આવ્યા હોવાનું અને કોલ કરનારે ગુપ્તાંગ બતાવ્યું હોવાનું જાણ કરી હતી. જે ફ્રેન્ડ્સ પર વિડીયો કોલ આવ્યા હતા તે પૈકી એક ફ્રેન્ડે તેનો સ્ક્રીન શોર્ટ પણ બતાવતા બ્યુટીશ્યનનો તેના પતિ સાથેનો પ્રોફાઇલ પિક્ચર અને કવર પિક્ચર સાથેનું એકાઉન્ટ જોઇ ચોંકી ગઇ હતી અને ફરિયાદ નોંધાવી હતી.

ફેક એકાઊન્ટ બનાવનારની ધરપકડ

સાયબર ક્રાઇમ સેલના વુમન પીઆઇ. એ.કે. ચૌહાણે ટેકનિકલ એનાલીસીસના આધારે તપાસ કરી બ્યુટીશ્યનના નામે ફેક ફેસબુક એકાઉન્ટ બનાવી વિકૃત હરક્ત કરનાર અભિષેક રાજેશકુમાર મૌર્યાને ઝડપી પાડયો હતો. અભિષેક ડાઇંગ મિલમાં નોકરી કરે છે અને તે ફેસબુક પર મહિલાઓની પ્રોફાઇલ સર્ચ કરતો રહે છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ડખાઓ / ગુજરાત કોંગ્રેસના પ્રભારી પદે અવિનાશ પાંડે બાદ આ નામ ઉછળ્યું, નેતાને હાઈકમાન્ડે દિલ્હી બોલાવ્યા

Bansari

હવે રસ્તા અને પુલ બનવવામાં એન્જીનીયરે નહિ રાખ્યું ક્વોલિટીનું ધ્યાન તો NHAI કરશે આ અધિકારીઓ પર કડક કાર્યવાહી

Damini Patel

મોટી દુર્ઘટના: ચીનની માર્શલ આર્ટ સ્કૂલમાં ભીષણ આગ ફાટી નિકળી, 18 લોકોના ઘટનાસ્થળે થયાં મોત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!