GSTV
India News Trending

સુરતની ઉત્સર્જન વ્યાપાર યોજના સ્કોચ ગોલ્ડ એવોર્ડ દ્વારા સન્માનિત, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા 2012 કરાઈ હતી શરુ

વિવિધ ક્ષેત્રોમાં સર્વોત્તમ પરિણામ આપવા વાળું સંગઠન સ્કોચ એવોર્ડ સાથે સન્માનિત કરવા માટે 12 એપ્રિલના રોજ દિલ્હી ખાતે યોજાયેલ 81મી સ્કોચ સમિટમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા સુરતમાં ઔદ્યોગિક એકમો માટે બોર્ડ દ્વારા અમલમાં મૂકાયેલ એમિશન ટ્રેડિંગ યોજના માટે સ્કોચ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. સ્કોચ એવોર્ડ દેશમાં છેલ્લા 20 વર્ષથી આપવામાં આવેતો સૌથી વિશ્વસનીય પુરસ્કાર છે અને આને ભારતના સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કારમાંથી એક માનવામાં આવે છે, જે પર્યાવરણ, આરોગ્ય, શિક્ષણ, સામાજિક ઉત્થાનના ક્ષેત્રોમાં અસાધારણ પ્રયાસો માટે તૃતીય પક્ષ દ્વારા માન્યતાના આધારે આપવામાં આવે છે

આ ઉત્સર્જન વેપાર યોજના (ETS)ની જાહેરાત વર્ષ 2012માં ભારત સરકારના પર્યાવરણ અને વન મંત્રાલય (MDEF) દ્વારા કરવામાં આવી હતી, જેમાં તેને દેશના 3 રાજ્યો ગુજરાત, મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ગુજરાતમાં અમદાવાદ અને સુરત સહિત આ ઐતિહાસિક એમિશન ટ્રેડિંગ સ્કીમ (ETS) પહેલ વર્ષ 2012માં શરૂ થઈ હતી. જેનું લોકાર્પણ 16-09-2019 ના રોજ માનનીય વડાપ્રધાનના જન્મદિવસની ભેટ તરીકે ગુજરાત રાજ્યના ઐતિહાસિક સ્થળ “સ્ટેચ્યુ ઓફ યુનિટી” થી કરવામાં આવ્યું હતું. આ યોજનાની સફળતા દક્ષિણ ગુજરાત ટેક્સટાઈલ પ્રોસેસર્સ એસોસિએશનના પ્રમુખ જીતેન્દ્રકુમાર પી.વખારિયા અને પાંડેસરા ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ કમલવિજય આર. તુલસ્યાન અને તેની ટીમ છે. સુરતમાં ઔદ્યોગિક એકમો આ યોજના હેઠળ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે. વાયુ પ્રદૂષણ નિયંત્રણ માટેની આ યોજના માટે સ્કોચ ગોલ્ડ એવોર્ડ મેળવીને સુરતના ઉદ્યોગો રોમાંચિત છે અને પ્રદૂષણ નિયંત્રણના પ્રયાસો માટે તેમનો ઉત્સાહ વધ્યો છે.

આ પ્રસંગે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ચેરમેન આર.બી.બાર્ડે જણાવ્યું હતું કે, એમિશન ટ્રેડિંગ સ્કીમ એ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની વાયુ પ્રદુષણ નિયંત્રણ તરફની નવી પહેલ છે જે અન્ય રાજ્યો અને દેશ માટે પ્રેરણારૂપ સાબિત થશે. બારડેએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે સુરતમાં એમિશન ટ્રેડિંગ સ્કીમ સફળતાપૂર્વક અમલમાં મૂકી છે અને તેના પ્રોત્સાહક પરિણામોને ધ્યાનમાં લઈને અમદાવાદમાં એમિશન ટ્રેડિંગ સ્કીમ લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બોર્ડના સભ્ય સચિવ એ. વી શાહે જણાવ્યું હતું કે, એમિશન ટ્રેડિંગ સ્કીમ એ એક ઐતિહાસિક પરિયોજના છે જે વાયુ પ્રદૂષણમાં ઘટાડો કરીને નાગરિકોના આરોગ્યની સુરક્ષા કરે છે.

સુરતમાં સંચાલિત ઉત્સર્જન ટ્રેડિંગ યોજના એ દેશની પ્રથમ ઉત્સર્જન ટ્રેડિંગ યોજના છે અને વિશ્વની જાણીતી યુનિવર્સિટી ઓફ શિકાગો અને ચેલ યુનિવર્સિટી તેમજ જેપલ-દક્ષિણ એશિયાના સંશોધકો દ્વારા રજકણ પ્રદૂષણ માટે વિશ્વની પ્રથમ ઉત્સર્જન વેપાર યોજના છે. 16-09-2019થી સુરતમાં 342 ઔદ્યોગિક એકમોમાં એમિશન ટ્રેડિંગ સ્કીમ લાગુ કરવામાં આવી છે. ઉત્સર્જન વેપાર યોજનાના અમલીકરણ સાથે, ઉત્સર્જન વેપારમાં ભાગ લેતા ઔદ્યોગિક એકમો દ્વારા રજકણના કુલ ઉત્સર્જનમાં 18 ટકાનો ઘટાડો થયો છે. સુરતમાં પ્રોત્સાહક પરિણામોને ધ્યાનમાં રાખીને, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે હવે અમદાવાદમાં પણ એમિશન ટ્રેડિંગ સ્કીમ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. અમદાવાદ અને તેની આસપાસના લગભગ 200 ઔદ્યોગિક એકમોને એમિશન ટ્રેડિંગ સ્કીમ માટે પસંદ કરવામાં આવ્યા છે અને ઔદ્યોગિક એકમોની ચીમની પર સતત ઉત્સર્જન મોનિટરિંગ સિસ્ટમ (CEM5) સ્થાપિત કરવા માટે કામ ચાલી રહ્યું છે. અમદાવાદમાં એમિશન ટ્રેડિંગ સ્કીમના અમલીકરણથી સ્કીમ માટે પસંદ કરાયેલા ઔદ્યોગિક એકમો દ્વારા કુલ રજકણોના ઉત્સર્જનમાં ઘટાડો થશે અને અમદાવાદ શહેરની એકંદર હવાની ગુણવત્તામાં સુધારો થશે.

Read Also

Related posts

વજન ઘટાડી પાતળી કમરના માલિક બનવું હોય તો આ શાકભાજી ખાવાનું ચાલુ કરી દો, બસ જાણી લો ખાવાનો યોગ્ય પ્રકાર

HARSHAD PATEL

એકબીજા પર બોજ બન્યા વિના તમારા સંબંધને બનાવો મજબૂત, ઇન્ટરડિપેન્ડેન્ટ રિલેશનશિપ માટે ફોલો કરો આ 5 ટિપ્સ

GSTV Web Desk

પાર્ટનરને સરપ્રાઈઝ આપતી વખતે ક્યારેય ના કરશો આ 5 ભૂલ, નહીતર બગડી શકે છે સંબંધ

Hemal Vegda
GSTV