GSTV

સુરત : સુમુલે દૂધના ભાવમાં કર્યો મોટો ઘટાડો, અા છે હવે નવા ભાવ

Last Updated on September 21, 2018 by Karan

ગુજરાતમાં દૂધ સેક્ટરમાં તેજી વચ્ચે પશુપાલકોનો મરો થતો જાય છે. દૂધની પ્રોડક્ટસના ભાવમાં સતત વધારા વચ્ચે દૂધ સંધો કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યાં છે. જેનો લાભ પશુપાલકો સુધી પહોંચતો નથી. દૂધ સંધોમાં હવે રાજકારણીઅોની અેન્ટ્રીથી પશુપાલકોને હવે નહિવત લાભ મળવા લાગ્યો છે.  સહકારના ધોરણે પશુપાલકોના નામે પશુપાલકો સાથે મોટી ઠગાઈ અાચરાઈ રહી છે. પશુપાલકોને દૂધના અપાતા ભાવમાં સતત ઘટાડો થતો જાય છે. ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં દૂધના નીચા ભાવના બહાને રાજ્યના પશુપાલકોને ભાવ અપાઈ રહ્યાં નથી. અાજથી સુર સૂમુલ ડેરીઅે પણ ગાયના દૂધમાં એક કિલોફેટ ના ભાવમાં રૂપિયા 30 નો ઘટાડો તથા ભેસના દૂધમાં રૂપિયા 25 નો ઘટાડો  કર્આયો છે. જે ઘટાડો અાજથી અમલમાં મૂકાશે.  ભાવ ઘટાડાની પશુપાલકોને હવે અસર થશે. પશુપાલનમાં ખર્ચ વધતો જાય છે સામે ખેડૂતોને દૂધના ભાવ મળતા નથી. દૂધની પ્રોડક્ટસમાં પણ સતત વધારો થતો જાય છે. અામ પશુપાલકોનો નીચોવીને ડેરીઅો કમાણી કરી રહી છે. સામાન્ય પ્રજાનો મરો થયો છે. દૂધની થેલીના ભાવમાં ઘટાડો થતો નથી પણ પશુપાલકનો અપાતા ભાવમાં ઘટાડો થાય છે.

અા છે નવું ભાવ પત્રક

Related posts

સર ટી હોસ્પિટલ ફરી વિવાદમાં / નર્સિંગ સ્ટાફના 100થી વધુ કર્મચારીઓને એકાએક કરી દેવાયા છુટા

Pritesh Mehta

કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં 2 ઠરાવો પસાર, સોનિયા ગાંધી પંજાબના નવા મુખ્યમંત્રીની કરશે પસંદગી

Vishvesh Dave

રાજીનામા બાદ કેપ્ટનનું મોટું નિવેદન : નવજોત સિંહ સિદ્ધુ પાકિસ્તાનના પીએમ ઇમરાન અને આર્મી ચીફ બાજવાના મિત્ર, તે દેશની સુરક્ષા માટે નથી ઠીક

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!