GSTV

સુરતમાંથી ઝડપાયો ડ્રગ્સનો મોટો કારોબાર, ત્રણ આરોપીઓની કરાઈ ધરપકડ

ગુજરાતના યુવાધનને જાણે નશાના રવાડે ચડાવાનું હોય તેમ એક ુપછી એક પ્રતિબંધીત ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા દિવસોથી સુરતમાંથી પ્રતિબંધિત એમ ડી ડ્રગ્સનો જથ્થો ઝડપવામાં પોલીસને સફળતા મળી રહી છે. યુવાનો નશાની લતના શિકાર ન બને એ માટે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી ઝુંબેશમાં ડીસીબીએ ત્રણ જગ્યાએ રેડ કરી હતી.. જેમાં ડ્રગ્સ વેચવા જતાં અને પોતાની પાસે રાખનારા ત્રણ આરોપીને ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યા છે. સાથે જ આરોપીઓને ડ્રગ્સ આપનાર ત્રણને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

ડ્રગ્સ વેચવા જતાં અને પોતાની પાસે રાખનારા ત્રણ આરોપીને ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યા

ડુસમ ગામના રોડથી કુવાડા ટી પોઈન્ટ પાસેથી સલમાન ઉર્ફે અમન મોહમ્મદ હનીફ ઝવેરીને ઝડપી લેવામાં આવ્યો છે, જ્યારે આદિલ નામના શખસને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. સલમાન પાસેથી પોલીસને એક કરોડથી વધુનું એમડી ડ્રગ્સ મળી આવ્યું છે…. તો વરાછા ભવાની સર્કલ નજીક પટેલનગરના નાકે જાહેરમાંથી આરોપી વિનય ઉર્ફે બન્ટી પટેલને મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયો છે… બંટી પાસેથી અંદાજે કિંમત 1 લાખ 75 હજારનું ડ્રગ્સ મળી આવ્યું છે…જયારે સરથાણા કેનાલ રોડ પર આવેલા પુણા સીમાડાના શાયોના પ્લાઝા શોપિંગ સેન્ટરની દુકાન નંબર 107,108માંથી સંકેત શૈલેશ અસલાલિયાને ઝડપી લીધો છે.

ત્રણ આરોપીઓની કરાઈ ધરપકડ

જ્યારે સલમાન ઝવેરીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.ત્યારે પુણાગામ સારોલી રોડ પર નેચરવેલી હોમ્સ પાસેથી પોલીસે ટ્રકમાંથી મિથુન રવીન્દ્ર સ્વાઈ પાસેથી ૫૬ લાખથી વધુ કિમતનો ગાંજો ટ્રક તથા મોબાઈલ ફોન મળી કુલ 63 લાખ 55 હજાર 600નો મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.અત્યારસુધીમાં ડ્રગ્સ કારોબારને લગતા 12 કેસ કરવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

રણનીતિ / હવે ચીનના દુશ્મનોની સાથે હાથ મીલાવશે ભારત, ડ્રગનની નાકમાં દમ કરનારા દેશો સાથે શરૂ થશે વેપાર મંત્રણા

Mansi Patel

બિહાર ચૂંટણીમાં કરોડપતિની બોલબાલા, પહેલા ચરણમાં 1065માંથી 153 ઉમેદવારો પાસે છે કરોડોની સંપત્તિ,આ બે પાર્ટીના 60 ટકા ઉમેદવારો

Mansi Patel

અમદાવાદમાં ખિસ્સા કાતરૂઓ કેવી રીતે પળવારમાં હાથ સફાઇ કરે છે તેનો ડેમો આપ્યો ખુદ પોલીસે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!