GSTV
Surat Trending ગુજરાત

સુરત ડબલ મર્ડર કેસ : જશ ખાટવા અમદાવાદ-સુરત પોલીસ આમને-સામને

સુરતના ડબલ મર્ડર કેસમાં હર્ષસાઇની ધરપકડ બાદ હવે જશ ખાટવા મુદ્દે અમદાવાદ અને સુરત પોલીસ આમનેસામને આવી ગઇ છે. સમગ્ર કેસની તપાસમાં સુરત પોલીસ જોતરાયેલી હોય છે એવામાં અમદાવાદ ક્રાઈમબ્રાંચ એકાએક તપાસમાં ઝંપલાવી રાજસ્થાનથી આરોપીની ધરપકડ કરીને લાવી. જેને લઇને સુરતના પોલીસ બેડામાં નારાજગી છે. બળાત્કાર મુદ્દે ભીંસ આવતા પહેલા ગૃહ રાજ્યપ્રધાને અને હવે ક્રાઇમ બ્રાંચે પ્રેસ કોન્ફરન્સ કરી. આ બધાની વચ્ચે સુરત અને અમદાવાદના પોલિસ અધિકારીઓ વચ્ચે ફોન પર તુ તુ મેં મેં થઇ હોવાના અહેવાલો છે.

સુરતમાં પાંડેસરામાં માસૂમ બાળકી પર બળાત્કાર ગુજારી તેની હત્યા કરનારા હર્ષસાઇને અમદાવાદ ક્રાઇમ બ્રાંચે રાજસ્થાનથી ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો. પરંતુ વાહવાહી લૂંટવા મુદ્દે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને સુરત પોલીસ વચ્ચે જાણે હોડ જામી હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ જશ ખાટવાનો પ્રયાસ કરી રહી છે. જેના કારણે સુરતના પોલીસ બેડામાં નારાજગી જોવા મળી રહી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જોઇન્ટ પોલીસ કમિશનર પણ તેમના અધિકારીઓએ આ કેસ પાછળ કેટલી અથાગ મહેનત કરી છે તેનું કેવું વર્ણન કરી રહ્યા છે તે તમે પણ સાંભળો.

CRICKET.GSTV.IN

ઉલ્લેખનીય છે અગાઉ સુરતમાં કરોડોના હીરાની લૂંટ થઇ હતી ત્યારે પણ અમદાવાદ ક્રાઈમ બ્રાંચની બે ટીમ સુરત પહોંચી ગઈ હતી અને આ વખતે બાળકી સાથેના બળાત્કાર કેસમાં પણ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ બિન બુલાયે મહેમાનની જેમ પહોંચી ગઈ હતી. મહત્વની વાત એ છે કે સાયબર ક્રાઈમના ગુનાને લગતી અરજીઓનો ભરાવો થઇ રહ્યો છે ત્યારે તેના ઉકેલ માટે અમદાવાદ ક્રાઈમ બ્રાંચ પાસે સમય નથી અને બીજા શહેર કે બીજા રાજ્યોના ગુનાઓને ઉકેલવામાં દોટ મુકવામાં આવે છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાંચના બાહોશ પોલીસકર્મીઓ જશ ખાટવા કેવા તલપાપડ થઇને ફોટા પડાવે છે તે આ દ્રશ્ય જોઇને જ ખ્યાલ આવી જાય છે. એક સમયે અમદાવાદ ક્રાઈમ બ્રાંચથી ગમે તેવા રીઢા ગુનેગાર પણ પારેવાની જેમ ફફડી ગુનો કબૂલ કરી લેતા. પરંતુ હવેની અમદાવાદ ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ નેતાઓના મિશનો પાર પાડવામાં વ્યસ્ત હોય છે કે જે બીજા રાજ્ય કે શહેરમાં બનતા મોટા અને સંવેદનશીલ ગુનાઓના ભેદ ઉકેલવામાં તરત દોટ મુકે છે.

Related posts

ગેરકાયદેસર રીતે અમેરિકા જવાની ઘેલછા ભારે પડી, બોટ મારફતે નદી પાર કરતાં કરતાં ઉછળા વહેણમાં ડૂબી ગયાને ચાર લોકોએ જીવ ખોયા

pratikshah

આયર્નની ઉણપ હોય ત્યારે શરીર આ સંકેત આપે છે, તેને તરત ઓળખો, નહી તો ગંભીર તકલીફ થશે

Hina Vaja

Beauty Tips/ ડાર્ક સર્કલ્સથી બગડી રહી છે ચહેરાની સુંદરતા?, આ બે વસ્તુઓથી કરો ઈલાજ

Siddhi Sheth
GSTV