સુરતમાં બાળકી સાથે હેવાનિયત આચરી બાળકી તેમજ તેની માતાની નિર્દયપણે હત્યા કરનારા હર્ષસાઇ ગુર્જરને લઇને સુરત ક્રાઇમ બ્રાન્ચ તેમના નિવાસસ્થાને પહોંચી હતી તેમજ હર્ષસાઇને સાથે રાખીને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું. બીજી તરફ ડબલ મર્ડરના આ કેસમાં હર્ષસાઇ ઉપરાંત અન્ય 6 લોકોની સંડોવણી હોવાનું પણ પોલીસની તપાસમાં બહાર આવ્યું છે. ત્યારે પોલીસે હવે અન્ય આરોપીઓને સકંજામાં લેવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
સુરતના પાંડેસરામાં માતા-પુત્રીની હત્યાના હેવાન એવા હર્ષસાઇ ગુર્જરનો કબજો મેળવ્યા બાદ હવે સુરત પોલીસે આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે. હર્ષસાઇ અને તેના સાગરિતોએ બાળકી પર ગેંગરેપ કરી તેની હત્યા કરતા પહેલા તેની માતાની પણ ઘાતકી રીતે હત્યા કરી નાંખી હતી ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચ મુખ્ય આરોપી હર્ષસાઇ ગુર્જરને લઇને તેમના નિવાસસ્થાને પહોંચી હતી. તેમજ વધુ પૂરાવા મેળવવા કવાયત હાથ ધરી હતી. પોલીસ દ્વારા હર્ષસાઇને સાથે રાખીને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.
પોલીસના જણાવ્યા મુજબ ડબલ મર્ડરના આ ચકચારી કેસમાં હર્ષસાઇ ઉપરાંત અન્ય 6 લોકોની પણ સંડોવણી હોવાનું સામે આવ્યું છે. પોલીસે હવે તમામને સકંજામાં લેવા સઘન તપાસ શરૂ કરી છે.
પોલીસ દ્વારા આ ચકચારી કેસમાં આરોપીઓની તો ધરપકડ કરવામાં આવી છે. પરંતુ ગેંગરેપ અને હત્યાનો ભોગ બનેલી બાળકી અને તેની માતાની ઓળખને લઇને હજુ પણ સ્પષ્ટતા થઇ શકી નથી. કમભાગી માતા અને બાળકી મૂળ ઉત્તર પ્રદેશના હોવાની શક્યતા સેવાઇ રહી છે. બાળકીની માતા મજૂરી અર્થે પહેલા દિલ્હી ગઇ હતી. અને ત્યાંથી તે જયપુર આવી હતી. જયપુરથી હર્ષસાઇનો સાથી માતા અને બાળકીને લઇને સુરત આવ્યો હતો. બંનેને કામરેજ ટોલનાકા પાસે આવેલી માનસરોવર સોસાયટીના ફ્લેટ નંબર 105માં રાખવામાં આવ્યા હતા. જે બાદ બંનેની વારાફરતી હત્યા કરવામાં આવી હતી.