GSTV
Home » News » સુરતમાં મોડી રાત બાદ ફરી મેઘરમહેર, છેલ્લા છ કલાકમાં પોણા એક ઇંચ વરસાદ

સુરતમાં મોડી રાત બાદ ફરી મેઘરમહેર, છેલ્લા છ કલાકમાં પોણા એક ઇંચ વરસાદ

સુરતમાં મોડી રાત બાદ ફરી મેઘરમહેર જોવા મળી. મેઘરાજાની ધુવાંધાર ઇનિંગ ને લઈ છેલ્લા છ કલાકમાં શહેરમાં પોણા એક ઇંચ જેટલો વરસાદ ખાબકી ચુક્યો હતો. જેના કારણે શહેરના ગરનાળા વિસ્તાર ભારે પ્રભાવિત થયા હતા. ગરનાળા ભરાયેલા ઘૂંટણ સમાં પાણીમાંથી પસાર થતા વાહન ચાલકોએ હાલાકી વેઠી હતી. જેને લઈ કેટલાક વાહનો પણ બંધ પડયા હતા. જ્યાં પાણીમાં ગરકાવ થેયલા ગરનાળામાં શાળાની વેન બંધ પડતા વિધાર્થીઓએ ધક્કા મારવાનો વારો આવ્યો હતો.

ગુજરાત હવામાન વિભાગ દ્વારા છેલ્લા ચોવીસ કલાકમાં દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સર્જાયેલા અપર- એર સાયકલોનની સીધી અસર વાતાવરણ પર જોવા મળી રહી કગે. જ્યાં સુરત સહિતના જીલ્લોઓમાં વરસાદી મૌસમ હોવી પૂરબહારમાં ખીલી છે. મુંબઇમાં પડેલા ભારે વરસાદ બાદ હવે સુરત સહિતના જિલ્લાઓમાં વરસાદની ધુવાંધાર શરૂવાત જોવા મળી રહી છે. દરમ્યાન સુરત શહેરમાં છુટાછવાયા ઝાપટા બાદ મેઘરાજાની ધુવાંધાર બેટિંગ જોવા મળી હતી.

મધરાત્રીના બાર વાગ્યા બાદ મેઘરાજાએ પોતાની ધીમીધારે શરૂઆત કર્યા બાદ જોરદાર ઇનિંગ બોલાવી હતી. જ્યાં સુરત શહેરના નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા. વરસાદી પાણીની સૌથી વધુ અસર શહેરના ગરનાળાઓ પર જોવા મળી હતી. સુરતના લીંબાયત-ઉધના સ્ટેશનને જોડતા ગરનાળામાં ધોધમાર વરસાદના પગલે ઘૂંટણ સુધીના પાણી ભરાયા હતા. ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકોએ હાલાકી વેઠી હતી. ગરનાળાના પાણીમાંથી પસાર થતા કેટલાક વાહનો પણ બંધ પડી ગયા હતા. જ્યારે શાળાની વેન ગરનાળાના પાણીમાં બંધ પડી જતા વિધાર્થીઓએ વેનને ધક્કા મારી બહાર કાઢવાનો  વારો આવ્યો હતો. સુરત સહિત જિલ્લામાં છેલ્લા છ કલાકમાં પડેલા વરસાદી આંકડા આ પ્રમાણે છે.

સુરત શહેર – 20 મિલી.મીટર

 

Related posts

અમિત શાહ CAAની ચર્ચા દાઢીવાળા વ્યક્તિ સાથે કરશે તો જ ફૂટેજ મળશે, ઔવેસી કાઢી ઝાટકણી

Mansi Patel

ટાટા મોટર્સની Altroz કાર થઈ લોન્ચ, આટલી ઓછી કિંમતથી શરૂ થયું બુકિંગ

Ankita Trada

DSP દેવેન્દ્ર સિંહનું મોઢું કોણ બંધ કરવા માગે છે?, રાહુલના મોદી સરકાર સામે ગંભીર આરોપો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!