GSTV
Gujarat Government Advertisement

સુરતમાં ફરી હીરાની ચોરી : માલિકે 1200 કેરેટ હીરા બોઈલ કરવા આપેલા તે લઈ કારીગર રફુચક્કર થઈ ગયો

Last Updated on January 18, 2020 by Mayur

ડાયમંડ સિટી સુરતમાં ફરી એક વખત કરોડોના હીરાની ચોરીથી ચકચાર મચી જવા પામી છે. કતારગામની એચ.વી.કે ઇન્ટરનેશનલ ડાયમંડમાંથી ફેક્ટરીમાં હીરા કંપનીમાં સાઈનિંગ પ્રોસેસ પર ફરજ બજાવતા રાજુ લોહાર નામના કર્મચારીને મેનેજર દિપ મકવાણા દ્વારા 1200 કેરેટ હીરા બોઈલ કરવા માટે આપવામાં આવ્યાં હતાં. આ તમામ હીરા કારીગરે સાઈનિંગ પ્રોસેસ કર્યા બાદ મેનેજરને આપવાના હતા.

પરંતુ મેનેજરને હીરા આપવાને બદલે રાજુ લોહાર કરોડો રૂપિયાના હીરા લઇ નાસી છૂટ્યો હતો. કંપનીના તમામ સીસીટીવી કેમેરા પણ ચેક કરવામાં આવ્યા. સાથે જ ફરાર રાજુ લોહારના ડોક્યુમેન્ટ કંપની પાસેથી કબજે કરી તેની તપાસ હાથ ધરવામાં આવી. જો કે કંપનીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં આરોપી કેદ થયો છે. પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી રાજુ લોહાર મૂળ નેપાળના નો વતની છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

મોટા સમાચાર / રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, 6 લાખ વિદ્યાર્થીઓને થશે ફાયદો

Zainul Ansari

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari

રથયાત્રા પૂર્વની કાર્યવાહી / એસઓજીને મળી મોટી સફળતા, દેશી તમંચા, પિસ્તોલ, કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!