સુરતના હજીરા વિસ્તારમાં ત્રણ વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મને મામલે પોલીસે બે સગીર વયના આરોપીની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી છે. નોંધનીય છેકે ત્રણ દિવસ અગાઉ હજીરા વિસ્તારમાં ઘર નજીક થોડી દૂર આવેલ ઝાડી ઝાંખરમાંથી બાળકી ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવી હતી. જે બાદ બાળકીની તપાસમાં દુષ્કૃત્ય કરાયાની પૃષ્ઠી થતા તેનું ઓપરેશન કરાયુ હતું. આ ઘટનામાં આરોપીને ઝડપી પાડવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓની અલગ અલગ ટીમો કામે લાગી હતી. જેમાં અંતે બે સગીર આરોપીઓની ધરપકડ કરાઇ છે.