સુરતઃ નિર્દોષ છતાં 8 વર્ષની સજા, જેલમાં લખેલા પુસ્તકોએ 150 દેશોમાં મચાવી ધૂમ

લાજપોર મધ્યસ્થ જેલમાં વિરેન્દ્ર વૈષ્ણવે નિર્દોષ હોવા છતાં આઠ વર્ષ સુધી જેલમાં સજા કાપી. પુરાવાના અભાવમાં આખરે સુરત સેશન્સ કોર્ટે તેમને નિર્દોષ જાહેર કર્યા છે. વીરેન્દ્ર વૈષ્ણવે વર્લ્ડ ઇકોનોમિક્સમાં PHD કર્યું છે. આટલું જ નહીં તેઓએ વેલ્યુ એજ્યુકેશન ઓફ સ્પિરીચ્યુયાલિટી, હ્યુમન રાઈટ અને ફાઇન આર્ટ જેવા ત્રણ વિષયમાં માસ્ટર ડિગ્રી મેળવી છે.

જેમાં બે માસ્ટર ડિગ્રી જેલમાં અભ્યાસ કરીને મેળવી હતી. વિરેન્દ્ર વૈષ્ણવે જેલમાં રહીને પોતાની આત્મકથા લખી. જેલનું જીવન અને બહારના જીવનને કંડારતી બુક ‘લાઈફ બિહાઇન્ડ દી બાર્સ’ ને યુકે લંડનના ઓલિમ્પિઆ પ્રકાશક દ્વારા પ્રકાશિત કરવામાં આવી. જેને વિશ્વના 75 દેશમાં તારીખ 25 મેં 2017ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવી.

જ્યારે ‘ પ્રિઝન, પ્રિઝનર્સ પેઈન એન્ડ આઈ’ ચેન્નાઈના નોશન પ્રકાશન દ્વારા 150 દેશોમાં પબ્લિશ કરાઈ છે. એક પુસ્તક 8 લાખ બીજી 5 લાખ અને ત્રીજી 2 લાખ કોપી વિશ્વભરમાં વેચાઈ છે. વિરેન્દ્ર વૈષ્ણવે જેલમાં રહી તેણે વધુ બે પુસ્તકો લખી નાખી છે. જે આવતા મહિને પબ્લિસ થવા જઇ રહી છે.

વિરેન્દ્ર વૈષ્ણવને કવિતા અને પેઈન્ટિંગ માટે 2015-16-17માં સતત ત્રણ વર્ષ ‘તિનકા-તિનકા એવોર્ડ’ મેળવ્યો છે. જેલમાં રહેવા છતાં વૈષ્ણવના પોતાના પુસ્તકોના કારણે તેની વેબસાઈટ પર તેના 3 લાખથી વધુ ફોલોઅર્સ છે.

નિર્દોષ હોવા છતાં આઠ વર્ષનું કારાવાસ ભોગવી આવેલા વિરેન્દ્રે જણાવ્યું કે તેમને ભરોસો હતો કે એક દિવસ તેઓને કોર્ટ નિર્દોષ સાબિત કરશે. જેલમાં રહેવાનો અનુભવ ભયાનક હતું તેમ છતાં આ પરિસ્થિતિ ને સકારાત્મક રીતે લઈ પુસ્તકો લખી હતી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter