GSTV
Surat Trending ગુજરાત

ચોંકાવનારો બનાવ / સુરતમાં નશામાં ધૂત યુવક ભૂલ્યો ભાન, દેશી દારૂ સમજી એસિડ ગટગટાવતા મોત

સુરત

સુરતમાં પાંડેસરામાં રહેતા અને મૂળ ઓડિશાના વતની જીતેન્દ્ર જૈને નશાની હાલતમાં નશાની હાલતમાં ધૂત થઇને દેશી દારૂ સમજી એસિડ ગટગટાવી લીધું. જે બાદ તેના રૂમ પાર્ટનર્સ તેમને નવી સિવિલમાં સારવાર અર્થે લઇ ગયા. જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો. આ બનાવ સામે આવતા સમગ્ર વિસ્તાર અને પરિવારમાં ચકચાર મચી જવા પામી છે. જિતેન્દ્ર જેના સંચા કારીગર હતો. તેના પિતાના નિધન પછી પરિવારનો મોભી જતાં પરિવારના પગ તળે જમીન સરકી ગઈ હતી. આવતા મહિને મૃતકના બહેનના લગ્ન લેવાની પણ તૈયારી ચાલી રહી હતી.

સુરત

મૃતકના રૂમ પાર્ટનર પંકજ સ્વાઈએ જણાવ્યું કે જિતેન્દ્ર રઘા ત્રણ મહિના અગાઉ જ રોજગારીની શોધમાં સુરત આવ્યો હતો. તેના પિતાનું નિધન થઈ ગયું હતું. તેના પર બે બહેન અને વિધવા માતાની જવાબદારી હતી. જિતન્દ્રએ દારૂના નશામાં એસિડ પી લીધો હતો અને પછી તેણે જણાવ્યું કે મેં એસિડ પી લીધું છે. જેથી તમામ રૂમ પાર્ટનર ચોંકી ઉઠ્યા હતા અને તાત્કાલિક તેને સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તેને ડોક્ટર દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યો.

જિતેન્દ્રના મોતના સમાચાર વતનમાં રહેતા પરિવારને મળતા પરિવાર હિબકે ચડ્યો હતો. જિતેન્દ્ર ત્રણ દેશી દારૂની પોટલી બહાર પીને આવ્યો હતો અને ત્રણ પોટલી સાથે લઈને આવ્યો હતો. પાંડેસરા પોલીસ દ્વારા રવિવારની રાત્રે બનેલી ઘટના બાદ આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…

MUST READ:

Related posts

મહત્વનો નિર્ણય / નાઇટ શિફ્ટ માટે મહિલાઓની સંમતિ લેવી પડશે, સરકારી અને ખાનગી ક્ષેત્ર બંને પર થશે લાગુ આ નિયમ

Hardik Hingu

મોંઘવારી સામે લડવા ઓઈલ કંપનીઓ પાસે વધુ ટેક્સ વસૂલવા સરકારની તૈયારી

GSTV Web Desk

રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ભારતીય ઓઈલ કંપનીઓના ડિવિડન્ડના રૂ. 1000 કરોડ અટવાયા

GSTV Web Desk
GSTV